Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં કોરોના ના વધુ 2 નવા કેસ સાથે તાપી જીલ્લામાં 9 કેસ એક્ટીવ

  • March 16, 2021 

તાપી જીલ્લામા મંગળવાર નારોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ 2 નવા કેસ મળી આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું.

 

 

 

 

જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.16મી માર્ચ નારોજ જીલ્લાના માત્ર વ્યારાના નવા બસ સ્ટેશન પાસે,રોયલ એન્કલેવમાં 25 વર્ષીય મહિલા અને વ્યારાના મુસા રોડ પર આવેલ ગુણાતીત નગરમાં 35 વર્ષીય પુરુષ મળી કુલ 2 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 914 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 864 દર્દીઓ સાજા થયા છે.કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 261 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 9 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application