Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના ઉધના વિસ્તારમાં 35 વર્ષ જૂની ઈમારતનો સ્લેબ તૂટ્યો

  • November 10, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સૂરત,સુરતઃઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શાહ માર્કેટનો સ્લેબ તૂટી પડ્યો હતો.સ્લેબ તૂટીને સીધો દુકાનોના પતરા ચીરતો નીચે પડતાં એક બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.ઉધના જીરો નંબર પર આવેલા શાહ કોમ્પલેક્સનો સ્લેબ (છજૂ) તૂટી પડ્યું હતું.35 વર્ષ જૂના ઈમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્તાં નીચે આવેલી નવ દુકાન માંથી પાંચ-છ દુકાનો પર સ્લેબનો કાટમાળ પડ્યો હતો. જેથી દુકાનમાં હાજર માલિક અને અન્ય ગ્રાહકોને ઈજા પહોંચી હતી.દબાયેલા લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યાં હતાં.જેમાં એક નાના બાળક અને એક વડીલને પણ ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.ઉપર રેસિડન્ટ અને નીચે નવેક જેટલી દુકાન ધરાવતાં કોમ્પલેક્સ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે,દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ નોટિસ આપીને તમામને તાત્કાલિક દુકાનો ખાલી કરાવી હતી.સાથે જ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application