Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી-કોસંબા અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું:વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

  • November 03, 2018 

શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર,ન્યુઝ માંડવી:કરોડો રૂપિયાનો દેશી વિદેશી દારૂ ઉપર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે.માંડવી તાલુકા ના કેવડીયા ગામની સીમમાં બુલડોઝર વડે અઘિકારીઓની ઉપસ્થિતિમાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.આજરોજ સવારે માંડવી-કોસબા અને માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલો દેશીવિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો હતો,સ્થાનિક પોલીસ તેમજ જીલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો જેને માંડવી પ્રાંત અધિકારી તેમજ મામલતદાર,માંડવી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જયેશ વડવી,કોસંબાના ઈન્સ્પેક્ટર,માંગરોળ ના ઈન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં કરોડોનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application