શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભારે વિરોધ આદિવાસી સમાજના લોકો ધણા સમયથી કરી રહ્યા છે,ત્યારે માંડવી ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા 31મી ઓક્ટોબર ના રોજ દરેક જિલ્લા,તાલુકા અને ગામડાઓના વેપારીઓને સ્વયંભૂ દુકાનો તેમજ ખાનગી સંસ્થાઓને બંઘ રાખવા માટે અપિલ કરવા માં આવી હતી તેમજ ગામડેથી આવતા શાકભાજીના ટોપલા વાળા અને વેપારીઓને પણ અપિલ કરવામાં આવી હતી કે 30મી ઓક્ટોબર ના રોજ ખેતર માંથી શાકભાજીના તોળવી નહી, જેને ધ્યાનમાં લઈ માંડવી ખાતે વેપારીઓ દ્વારા સ્વયંભુ દુકાનો બંધ રાખવામાં આવી હતી,
મળતી માહિતી મુજબ માંડવીના વેપારીઓ દ્વારા સ્વયંભુ દુકાનો બંધ કરાવવામાં આવી હતી,જ્યારે ગામડાના શાકભાજીના ટોપલા વાળા વેપારીઓ ખુલ્લેઆમ બરોડીયાવાડ શાકમાર્કેટમાં શાકભાજીના ટોપલા લઈ બેઠા હોવાને કારણે માંડવી ટાઉનના વેપારીઓમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિરોધ માં 31મી ઓક્ટોબર ના રોજ વેપાર-ઘંઘો બંધ રાખવા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું, ભાજપ ના મત વિસ્તાર તેમજ સાંસદ પરભુભાઈ વસાવાની ઓફીસ પાસેની દુકાનો પણ બંધ રાખવામાં આવી હતી આદિવાસી સમાજના લોકોની સાથે ટાઉનના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી સહયોગ આપ્યો પંરતુ ગામડામાંથી શાકભાજી લાવી વેચાણ કરતા વેપારીઓ પોતાના સમાજને સહયોગ આપ્યો ન હોય,કેટલાક ગામડાઓના શાકભાજીના ટોપલા વાળા વેપારીઓ બરોડીયાવાડ શાકમાર્કેટમાં શાકભાજી વેચવા ખુલ્લેઆમ બેઠા હતા જેને કારણે ટાઉનમાં કેટલા વેપારીઓની સામી દિવાળીએ દુકાનો બંધ કરાવતા નારાજગી ફેલાઈ ગઈ હોવાની ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application