Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યભરના તલાટીઓ હડતાળ પર ઊતર્યા:પંચાયતોની કામગીરી ખોરવાઈ:ગ્રામજનોની હાલાકી

  • October 22, 2018 

રાજ્યના ૧૧ હજારથી વધુ તલાટીઓ વર્ષોજૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે છેલ્લા બે મહિનાથી સરકાર સામે બાંયો ચઢાવી છે.સરકારને અનેક વખત પ્રશ્નો ઉકેલવા માટે વિનંતી કરીને સંખ્યાબંધ કાર્યક્રમો આપ્યા બાદ કોઇ નિરાકરણ નહીં આવતાં સરકારની ની‌તિથી નારાજ થયેલા રાજયભરના તલાટી-કમ-મંત્રીઓએ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઊતરવાની જાહેરાત કરી છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ગામેગામ યોજાઈ રહેલી એકતા યાત્રા,ગ્રામસભા સહિત પંચાયતને લગતી રોજબરોજની કામગીરી ખોરવાતાં ગ્રામજનોની હાલાકી વધશે પ્રમોશન,પગારધોરણ,સળંગ નોકરી,બઢતીની જોગવાઈમાં સુધારા સહિતની પડતર મગણીઓના મુદ્દે ૧૧ હજાર તલાટીઓ આજથી હડતાળ પર ઊતર્યા છે.તલાટી-કમ-મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે ઓગસ્ટ, ૬ ઓક્ટોબર અને ૧૧ ઓક્ટોબરે આવેદનપત્ર સહિત અને વિરોધ કાર્યક્રમો અપાયા હતા. વર્ષ ર૦૧૦માં મહેસૂલી તલાટીની ભરતી થયાના પહેલાં ૪૦ વર્ષથી ગુજરાતમાં એક જ તલાટી-કમ-મંત્રીની એક જ કેડર હતી.જે મહેસૂલી રેકોર્ડ નિભાવણીથી લઇને પંચાયતીરાજનાં તમામ કામનું વહન કરે છે.વર્ષ ર૦૧૪માં સરકારે મહેસૂલી તલાટીઓને ઉપલા વર્ગના પ્રમોશન માટે રૂલ્સ તૈયાર કરીને નો‌ટ‌િફકેશન બહાર પાડ્યું ત્યારથી પંચાયતના ૧૦,૪ર૧ તલાટીઓમાં અસંતોષ સર્જાયો હતો,કારણ કે પંચાયતના તલાટીઓ જે દિવસે સેવામાં પ્રવેશ લે ત્યારથી રિટાયર્ડ થાય ત્યાં સુધી તલાટીના તલાટી જ રહે છે.પાયાની સૌથી મોટી કેડરને નજરઅંદાજ કરીને મહેસૂલના ૩૬૦૦ તલાટીઓ માટે નિર્ણય લેવાતાં વિવાદ સર્જાયો છે રાજયના તલાટી-કમ-મંત્રી મંડળના પ્રમુખ ભરત ડી.આહીરે જણાવ્યું હતું કે,છેલ્લા બે મહિનાથી તલાટીઓ રાજય સરકારને રજૂઆત કરતા આવ્યા છે.કાળી પટ્ટી,પેનડાઉન,માસ સીએલ જેવા એક પછી એક કાર્યક્રમ પણ આપ્યા હતા, છતાં સરકારે તલાટીઓની માગણી બાબતે કોઇ ગંભીરતા દાખવી નથી.સરકારથી નારાજ થઇને અમે રાજયના ૧૧ હજાર જેટલા તલાટી-કમ-મંત્રીઓએ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જવાનો નિર્ણય કર્યો છે.તલાટી-કમ-મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે ઓગસ્ટ ૬ ઓક્ટોબર અને ૧૧ ઓક્ટોબરે આવેદનપત્ર સહિત અને વિરોધ કાર્યક્રમો અપાયા હતા.વર્ષ ર૦૧૦માં મહેસૂલી તલાટીની ભરતી થયા પહેલાં ૪૦ વર્ષથી ગુજરાતમાં એક જ તલાટી-કમ-મંત્રીની એક જ કેડર હતી.જે મહેસૂલી રેકોર્ડ નિભાવણીથી લઇને પંચાયતીરાજનાં તમામ કામનું વહન કરે છે.વર્ષ ર૦૧૪માં સરકારે મહેસૂલી તલાટીઓને ઉપલા વર્ગના પ્રમોશન માટે રૂલ્સ તૈયાર કરીને નો‌ટ‌િફકેશન બહાર પાડ્યું ત્યારથી પંચાયતના ૧૦,૪ર૧ તલાટીઓમાં અસંતોષ સર્જાયો હતો,કારણ કે પંચાયતના તલાટીઓ જે દિવસે સેવામાં પ્રવેશ લે ત્યારથી રિટાયર્ડ થાય ત્યાં સુધી તલાટીના તલાટી જ રહે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application