Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં મહારાષ્ટ્રથી રોજ ૮૦થી ૧૦૦ બસ આવે, શહેરની હોસ્પિટલમાં એક જ દિવસમાં ૧૩૦ દર્દી મહારાષ્ટ્રથી આવીને દાખલ થયા

  • April 08, 2021 

શહેરની હોસ્પિટલમાં એક જ દિવસમાં ૧૩૦ દર્દી મહારાષ્ટ્રથી આવીને દાખલ થયા છે. દરરોજ મહારાષ્ટ્રથી દર્દીઓ સુરત આવી રહ્યા છે. સુરતમાં મહારાષ્ટ્રના ગુજરાતની સરહદે આવેલા નંદુરબાર સહિતના જિલ્લાનાઓમાં કોરોના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.મહારાષ્ટ્રમાં કેસ વધવા સાથે મિની લોકડાઉન જાહેર થયું હોઈ કેટલાક લોકો મહારાષ્ટ્રથી સુરત પોતાના સગાંને ઘરે રાતોરાત આવી રહ્યા છે. ગત શુક્રવારે સુરતના પલસાણા ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રની એક ખાનગી બસ આવી હતી. જેમાં બાવન મુસાફરો પોઝિટિવ મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. આ બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા.


 

 

 

 

 

 

સુરતમાં મહારાષ્ટ્રથી રોજ ૮૦થી ૧૦૦ બસ આવે છે. તે તમામ બસોમાં હવે ફરજિયાત આરટીપીસીઆર રિપોર્ટ લેવામાં આવશે. મુસાફરોના રિપોર્ટ ન હોય તો બસને સુરતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જોકે, મહારાષ્ટ્ર અને સુરતની સરહદે એકલ દોકલ ચેકપોસ્ટ જ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય ચેકપોસ્ટો પર મહારાષ્ટ્રથી અવરજવર ચાલુ છે. મહારાષ્ટ્રના દર્દીઓ સુરત આવતા હોવાને લઈને રેલવે સ્ટેશન-બસ સ્ટેશન પર આવતા મુસાફરો માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ ન હોય તો સીધી પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્રએ ટીમો બનાવી છે જે મુસાફરોના રિપોર્ટ ચેક કરીને રિપોર્ટ ન હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. (તસ્વીર-બેડકીનાકા ચેકપોસ્ટ,ઉચ્છલ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application