સુરતઃસુરત જિલ્લાનાં કોસંબામાં મોડી રાતે SBIનું એટીએમ મશીન ગેસ કટરથી કાપીને તસ્કરો રૂા. 14.91 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે.કોસંબા ગામે યુનુસ મહંમદ મુલ્લાની દુકાન નં.2032/2માં આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એટીએમમાં લોજીકેશ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મંગળવારે રૂ.13 લાખની રોકડ લોડ કરી હતી.બુધવારે સવારે સાડા આઠ વાગ્યે એટીએમનાં બહારનાં કેમેરા તૂટેલા અને શટર બંધ હાલતમાં જણાતાં લોજીકેશ કંપનીને જાણ કરાઈ હતી.કંપનીએ તપાસ કરતાં એટીએમ મશીનનો આગળનો ભાગ ગેસ કટરથી કાપી રોકડ ચોરી જવાયાનું જણાતાં પોલીસને જાણ કરાઇ હતી.મહત્વનું છે કે,છેલ્લાં ઘણાં સમયથી સુરત જિલ્લામાં અવાર નવાર એ.ટી.એમ મશીનમાં ચોરીનાં નિષ્ફળ પ્રયાસ થતાં રહ્યાં છે.ત્યારે સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે આવેલ SBI બેંકનાં એ.ટી.એમ મશીન માંથી ચોરી કરવામાં તસ્કરો સફળ રહેતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે.જો કે આ ઘટના અંગેની જાણ કંપનીનાં ડિસ્ટ્રિક્ટ એક્ઝ્યુકીટીવને કરવામાં આવી હતી.તેમણે કોસંબા પોલીસ સ્ટેશને આવીને 14,91,700 રૂપિયાની ચોરી થવા અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application