સુરત:પોલીસ કમિશનર સતીશ શર્માએ દરેક કર્મચારીને સરકારી કોલ રિવીસ કરતી વેળા કઇ રીતે વાત કરવી એની માર્ગર્દિશકા જાહેર કરી છે.પોલીસ મથકોના લેન્ડ લાઇન નંબર કે પછી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા મોબાઇલ ઉપર કોલ આવે ત્યારે સંબંધિત કર્મચારીએ કઇ રીતે વાત કરવી એનું સ્પષ્ટ સૂચના પોલીસ કમિશનર સતીશ શર્માએ આપી છે.
પરિપત્રમાં જણાવાયું છે કે,કર્મચારીઓ અને અધિકારીઓ કોલ રિસીવ કરે ત્યારે તેમણે કચેરી કે પોતાની ઓળખ આપતા પહેલાં જયહિંદ બોલવું.અત્યાર સુધી વાતની શરૂઆત નમસ્તે,સલામ વગેરે શબ્દોથી થતી હતી.સલામ,અમુક કચેરી માંથી આ ભાઇ બોલું છું,એવી પ્રથા બંધ કરી પહેલા બુલંદ અવાજે જયહિંદ શબ્દ બોલ્યા બાદ કચેરીનું નામ બોલ્યા બાદ પોતાની ઓળખ આપવી પડશે એવું સ્પેસિફાય કરાયું છે.એટલું જ નહીં ઉપરી અધિકારીઓને સેલ્યૂટ કરે ત્યારે પણ ફરજિયાત પણે જયહિંદ બોલવા તાકીદ કરાઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે,ભૂતકાળમાં પણ અધિકારીઓ દ્વારા જયહિંદ બોલાવા અંગે પરિપત્ર જારી કરાયા હતા.જો કે, થોડો સમય એનો અમલ થયા બાદ ભૂલાઇ જાય છે, જયહિંદ એ શબ્દ નથી, રાષ્ટ્રભક્તિનો મંત્ર લેખાવાય છે, ત્યારે દરેક કર્મચારીએ તેને ગંભીરતાથી લઇ પાલન કરવું જોઇએ એવું અધિકારીઓનું કહેવું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500