દેશના રાષ્ટ્રીય પર્વ ૭૫માં ‘પ્રજાસત્તાક દિન’ની તાપી જિલ્લા કક્ષાની ઉજવણી આજે તા.૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાકે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ મેદાન ખાતે થનાર છે. રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો.વિપિન ગર્ગના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની રૂપરેખા અનુસાર સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન બાદ, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, પરેડની સલામી, અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધન, વિવિધ વિભાગના ટેબ્લોઝ પ્રદર્શન અને ઇનામ વિતરણ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, જિલ્લાની વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રીયગીત ધુન, પરેડ વિસર્જન અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી થવા તાપી જિલ્લા તંત્ર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500