માહિતી અધિકાર(આરટીઆઇ)માં જાહેર કરાયું છે કે,ગત 4 નાણાંકીય વર્ષોમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોના વેતન-ભથ્થા પર સરકારી ખજાના માંથી કુલ 19.97 અબજ રૃપિયાની રકમ ખર્ચ કરાઇ છે.જો આની ગણતરી કરવામાં આવે તો લોકસભાના સાંસદે પ્રત્યેક વર્ષ સરેરાશ 71.29 લાખ રૃપિયાના વેતન-ભથ્થા મેળવ્યા છે,જ્યારે દરેક રાજ્યસભાના સાંસદને પ્રત્યેક વર્ષ સરેરાશ 44.33 લાખ રૃપિયા ચૂકવવામાં આવ્યા છે.મધ્યપ્રદેશના નીમચના રહેવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગોડે જણાવ્યું કે,તેમના અનેક પ્રયાસ બાદ માહિતીના અધિકાર હેઠળ વિવિધ અરજીઓ બાદ તેમને આ જાણકારી પ્રાપ્ત થઇ છે.
આરટીઆઇની અપીલ પર લોકસભા સચિવાલય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2014-15 થી લઇને નાણાકીય વર્ષ 2017-18ની વચ્ચે સંસદ સભ્યના વેતન અને ભથ્થા માટે 15,54,20,71,416(15.54 અબજ) રૂપિયા ખર્ચ કરાયો હોવાનું સામે આવ્યું છે.લોકસભાના 545 સભ્યોની સંખ્યાના આધાર પર ગણતરી કરીઓ તો સામે આવે છે કે,નાણકીય વર્ષ 2014-15 થી લઇને 2017-18 વચ્ચે પ્રત્યેક વર્ષ દરેક લોકસભા સાંસદને વેતન-ભથ્થા તરીકે સરેરાશ 71,29,390/-રૂપિયાની ચૂકવણી કરાઇ છે.રાજ્યસભા સચિવાલયે ગોડની આરટીઆઇ અરજીમાં જણાવ્યું કે,નાણાકિય વર્ષ 2014-15થી લઇને નાણાકીય વર્ષ 2017-18ની વચ્ચે સંસદના રાજ્ય સભાના સભ્યના વેતન અને ભથ્થાના રૂપે કુલ 4,43,36,82,937(4.43 અબજ)રૂપિયાની ચૂકવણી કરાઇ છે.રાજ્યસભામાં 250 સભ્યો હોય છે જેના પરથી જાણી શકીએ છીએ કે,દરેક સાંસદ વેતન-ભથ્થા તરીકે સરેરાશ 44,33,682 રૂપિયાની ચૂકવણી કરાઇ છે.આ વચ્ચે રાજકીય અને ચૂંટણી સુધારા માટે કામ કરતી નોન-ગર્વમેન્ટ ઓર્ગેનાઈઝેશન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સંસ્થાપક સભ્ય જગદીપ છોકરે માંગ કરી છે કે,સાંસદોના વેતન-ભથ્થાને કારણે સરકારી ખજાના પર જે બોજ પડે છે તેની સમીક્ષા કરવામાં આવે.તેમણે જણાવ્યું કે,જેવી રીતે કોર્પોરેટ ક્ષેત્રમાં કર્માચારીઓના વેતન-ભથ્થા મામલે કોસ્ટ ટુ કંપની(સીટીસી) નક્કી કરાય છે તેવી જ રીતે સાંસદોના વેતન-ભથ્થા બાબતે પારદર્શી રીતે કોસ્ટ ટુ કન્ટ્રી નિશ્ચિત કરવામાં આવે.તેમણે જણાવ્યું કે,સાંસદોના વેતન ભલે 10 ગણું વધારવામાં આવે પરંતુ પગારના આ પૂર્વ નિર્ધારિત પેકેજ સિવાય તેમને કોઇપણ પ્રકારના પરિનર્તનીય ભથ્થા આપવામાં આવે નહી અને મકાન,વાહન,ભોજન,ચિકિત્સા,હવાઇ યાત્રા,ટેલીફોન અને અન્ય સુવિધાઓ પર તેમના ખર્ચની ચૂકવણી સરકારી ખજાના માંથી કરવામાં આવે નહી.(ફાઈલ તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500