મહારાષ્ટ્ર,પુણે:બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM)એ બેંકિંગ ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી કટોકટીના ઉકેલ તરીકે પોતાની 51 બ્રાન્ચ બંધ કરવાની ઘોષણા કરી છે.પુણે હેડઓફિસના એક અધિકારીએ બુધવારે માહિતી આપી છે કે,આ તમામ બ્રાન્ચ શહેરી વિસ્તારમાં છે અને એને બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.નામ ન આપવાની શરતે બેંકના ટોચના એક અધિકારીએ જણાવ્યું છે કે,આ તમામ 51 બ્રાન્ચ બંધ કરીને એનું વિલિનીકરણ આસપાસની બ્રાન્ચમાં કરી દેવામાં આવ્યું છે.સાર્વજનિક ક્ષેત્રની કોઈપણ બેંક દ્વારા મહારાષ્ટ્રમાં ઉપાડવામાં આવેલું આ પગલું છે.બેંક ઓફ મહારાષ્ટ્રની આખા દેશમાં 19,00 બ્રાન્ચ છે અને બેંક દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે લોકોની સુવિધા માટે આ શાખાઓનું વિલિનીકરણ કરી દેવામાં આવ્યું છે. આ બ્રાન્ચના આઇએફએસસી કોડ અને એમઆઇસીઆર કોડ કરી દેવામાં આવ્યા છે.બંધ કરાયેલી તમામ શાખાઓના ગ્રાહકોને ચેકબુક 30 નવેમ્બર સુધી પરત જમા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.બેંક ઓફ મહારાષ્ટ્રએ કહ્યું છે કે,જુના IFSC/MICR કોડ 31 ડિસેમ્બરથી હંમેશા માટે અમાન્ય થઈ જશે.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application