તાપીમિત્ર ન્યુઝ,માંડવી:સુરતના માંડવી ખાતે આવેલ બલાલતીર્થમાં વનવિભાગના અધિકૃત વિસ્તારમાં તાપી નદીના પટ ઉપર ૧૪મી સપ્ટેમ્બરના રોજ ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડતા બિનઅધિકૃત રેતી ખનન કરતી બે નાવડીઓ ભૂસ્તર વિભાગે કબ્જે કરી હતી જોકે રેતી ખનન કરતાં ભૂમાફિયાઓ ભૂસ્તર વિભાગની ટીમને જોઈને ભાગી છૂટ્યા હતા આ પ્રકરણમાં ભૂસ્તર વિભાગની ટીમે નાવડીના માલિકો દંડનીય કાર્યવાહી માટે હાજર નહીં રહેતા માંડવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ બલાલતીર્થ ગામે વનવિભાગના વિસ્તારમાં તાપી નદીના પટ ઉપર બિનઅધિકૃત રેતી ખનનની પ્રવૃત્તિ ચાલતી હોય ભૂસ્તર વિભાગના અધિકારી ગોપાલ કિશોર ચંદા રાણા તથા તેમની ટીમે ભૂસ્તર અધિકારી ટી.જે.પટેલના માર્ગદર્શન અને સૂચનાને આધારે ૧૪મી સપ્ટેમ્બરના રોજ દરોડા પાડ્યા હતા.ભૂસ્તર વિભાગની ટીમને જોઈને બે નાવડી ઉપર રેતી ખનન કરતાં વ્યક્તિઓ ભાગી છૂટયા હતા.માંડવીના પીપલવાળા ફોરેસ્ટ ખાતા વિસ્તારમાં રેતી ખનનની પ્રવૃત્તિ ચાલતી હોય ભૂસ્તર વિભાગની ટીમે નાવડી કબ્જે કરી હતી.ત્યારબાદ દંડકીય કાર્યવાહી માટે યાંત્રિક નાવડીના માલિકો હાજર ન રહેતા ભૂસ્તર વિભાગની ટીમે વિવિધ કલમો હેઠળ આ નાવડીના માલિકો વિરુદ્ધ ફરિયાદ કરતા માંડવી પોલીસે ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application