સુરતઃગિફ્ટ આપવા ઓળખાતા સવજી ધોળકીયાએ ખરેખર આ વખતે પોતાના 3 કર્મચારીઓને મર્સિડિઝની ગિફ્ટ આપી છે.સુરતની જાણીતી ડાયમંડ કંપની હરેકૃષ્ણ એક્સપોર્ટનાં માલિક સવજી ધોળકીયાએ વર્ષ દરમિયાન સારું કામ કરનારા કંપની મેનેજમેન્ટનાં 3 કર્મચારીઓને આનંદીબહેનના હસ્તે મર્સિડીઝ ભેટમાં આપી નવો ચીલો ચાતર્યો છે.સવજી ધોળકીયા એ જ વ્યક્તિ છે જેઓ અગાઉ પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ જેવી ગિફ્ટ આપી ચુક્યા છે.પોતાની કંપનીમાં દિલ દઈ કામ કરતાં વ્યક્તિને કારની ગિફ્ટ આપી સવજીભાઈને ખૂબ ખુશી મળે છે.
સવજી ધોળકીયા સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગના બોસ ગણાય છે.ઘણાં લોકો તેમને ડાયમંડ કિંગ કહે છે.તો નજીકના લોકો તેમને સવજીકાકાના નામથી બોલાવે છે.આજે ભલે તેઓ દેશના જાણીતા અબજોપતિ હોય.પણ એક સમય એવો હતો જ્યારે તેમના ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હતી.12 એપ્રિલ 1962નાં રોજ અમરેલી જિલ્લાના નાના એવા દૂધાળા ગામમાં જન્મ થયો છે.સવજી ધોળકીયાની ઘરની ખરાબ આર્થિક પરિસ્થિતિનાં કારણે તેમને નાની ઉંમરે અભ્યાસ છોડી સુરતમાં હીરા ઉદ્યોગમાં ઝંપલાવવું પડ્યું હતું.સવજીભાઈને મોટી સફળતા ત્યારે મળી કે જ્યારે તેમણે સુરતમાં હરેકૃષ્ણા ડાયમંડનો પાયો નાખ્યો હતો.આજે તેમની આ કંપની ભારતની ટોચની 5 ડાયમંડ કંપનીઓમાંની એક છે.અંગ્રેજીમાં એક વાક્ય છે કે બોસ ઈઝ ઓલવેઝ રાઈટ.આ કિસ્સામાં સવજીભાઈ ખરેખર ઓલવેઝ રાઈટ સાબિત થયાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application