નવી દિલ્હી:ખાનગી શાળાઓમાં ઓછી આવકવાળા અને ગરીબ વર્ગના બાળકોને ૧૨માં ધોરણ સુધી મફત શિક્ષણ મળી શકે છે.આના માટે કેન્દ્ર સરકાર શિક્ષણ અધિકાર કાનુન (RTE Act) માં ફેરફાર કરવા વિચારી રહી છે.કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં આ માહિતી આપી છે.સરકારના આ પગલાથી લાખો બાળકોને લાભ મળશે.ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને જસ્ટીસ વી કામેશ્વર રાવની બેંચ સમક્ષ કેન્દ્ર તરફથી વકીલ જસમીત સિંહે બિન સરકારી સંગઠન સોશ્યલ જયુરીસ્ટ તરફથી કરવામાં આવેલ જનહિત અરજીના જવાબમાં આ માહિતી આપી હતી.અરજીમાં EWS વર્ગ અને વંચીત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯માં ફેરફાર કરવાની માંગણી કરાઇ છે.અત્યારે આ કાયદામાં ફકત ૮ ધોરણ સુધી મફત શિક્ષાની જ જોગવાઇ છે જસમત સિંહે કહયું કે,અરજદારની માંગ વ્યાજબી છે.કોર્ટે આ મામલાની હવે પછીની સુનાવણી ૩૧ ઓકટોબરે રાખી છે.અરજદારની માંગ અને દલીલો અરજદાર તરફથી વકીલ અશોક અગ્રવાલે કોર્ટમાં આર.ટી.ઇ.કાયદાની કલમ ૧૨(૧) (સી)માં સુધારાની માંગણી કરી હતી. તેમણે કહયું કે,આ કલમ હેઠળ ખાનગી શાળાઓમાં EWS વર્ગના બાળકોને ફકત ૮ ધોરણ સુધી જ મફત શિક્ષણ આપવાની જોગવાઇ છે.અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે,કેટલીક ખાનગી શાળાઓ EWS વર્ગના બાળકો પાસે ૮ માં ધોરણ પછી અભ્યાસ ચાલુ રાખવામાં ફી આપવાનું કહી રહી છે.વકીલ અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે,આ કાયદામાં ફરેફાર કરીને ૧૨ ધોરણ સુધી મફત શિક્ષણની જોગવાઇ નહીં કરવામાં આવે તો આ કાનુનનો મકસદ પુરો નહીં થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application