Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી:ગેરકાદેસર સાગી લાકડા ભરેલ પીકઅપ ગાડી બિનવારસી હાલતમાં મળી આવી:તપાસ શરૂ

  • September 13, 2018 

શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી વન વિભાગના આરએફઓ અને તેમના સ્ટાફના માણસોએ સાગી લાકડા ભરેલ પીકઅપ ગાડી ઝડપી પાડી રૂપિયા 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, મળતી માહિતી મુજબ સુરત વન વિભાગના ઉચ્ચઅધિકારીઓ ને મળેલી બાતમી ના આધારે માંડવી વન વિભાગના આરએફઓ સુરમાં અને તેમના સ્ટાફના માણસો કાણાઘાટ ગામે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એક ઘર પાસે બિનવારસી હાલતમાં સાગી લાકડા ભરેલી પીકઅપ ગાડી મળી આવી હતી.પીકઅપ ગાડી નંબર જીજે-16-વી-6241 નો ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે,વન વિભાગના અધિકારીએ સાગી લાકડા ભરેલ બિનવારસી ગાડી ખેડપૂર ડેપો માં લઇ જઈ તપાસ હાથ ધરતાં સાગી લાકડા નંગ-51 ઘ.મી.1.696. જેની કિંમત 1.80 લાખ તેમજ પીકઅપ ગાડી ની કિંમત 50,000/- મળી કુલ રૂપિયા 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.માંડવી વનવિભાગના આરએફઓ સુરમાં,રાઉન્ડ ફોરેસ્ટ અનિલભાઇ પટેલ, સ્નેહ ચૌધરી,બીટગાર્ડ ઘમેંશસિઘવ,કપિલ ચૌધરી,સુનિલ વસાવા તથા જીગ્નેશ વસાવા સહિતનો સ્ટાફના માણસોએ સારી કામગીરી બતાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application