Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંક કર્મચારીઓની હડતાળને કારણે સુરતના વેપાર જગતનું 700થી 750 કરોડનું ક્લિયરિંગ ખોરવાયું

  • December 17, 2021 

સંસદના શિયાળુ સત્રમાં ખાનગીકરણ અંગેનું બિલ રજૂ નહીં કરવાની બાંહેધરી ટ્રેડ યુનિયનને નહીં આપવામાં આવતાં, રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારી-કર્મચારીઓએ હડતાલ પાડી હતી અને આ પ્રતિક હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકોની 350 શાખાઓના કર્મચારીઓ જોડાયાં હતાં. બેંકના ખાતેદારોને અગવડ નહિ પડે તે માટે ગુરુવાર અને શુક્રવારના રોજ પ્રતિક હડતાલ પડવાનું ઠરાવવામાં આવ્યું હતું.જોકે બેંક કર્મચારીઓની હડતાળને કારણે સુરતના વેપાર ઉદ્યોગજગતનું રૂપિયા 700થી 750 કરોડનું ક્લિયરિંગ ખોરવાયું હોવાનું માનવામાં આવે છે. જયારે સુરતનું દૈનિક ક્લિયરિંગ 700થી 1200 કરોડ વચ્ચેનું છે, એમ સૂત્રોએ વાતચીતમાં કહ્યું હતું. દેખાવો અને સૂત્રોરચાર કરવાની પરવાનગી પોલીસ તરફથી મળી નહીં હોવાને કારણે, બેંક કર્મચારીઓએ બી.ઓ.બી.ના કેમ્પસમાં ગતરોજ મોટાં પાયે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.જયારે સૂત્રોચ્ચારનાં કાર્યક્રમમાં 400થી વધુ કર્મચારીઓ અધિકારીઓ સામેલ થયા હતાં. રાષ્ટ્રીયકૃત બેંકોના 8000થી વધુ કર્મચારીઓની પ્રતીક હડતાલને કારણે રોજીંદુ ક્લિયરિંગ થઈ શક્યું ન હતું. પરંતુ ખાનગી અને સહકારી બેંકો ચાલુ રહી હોવાને કારણે થોડુંક ક્લિયરિંગ થયું હતું. જોકે, આ ક્લિયરિંગની ટકાવારી 5 ટકા હોવાનો અંદાજ છે. સન-1969 પહેલાં ખેત ધિરાણ બેંકોના ધિરાણના લગભગ અડધા ટકા જેટલું હતું. અત્યારે તે 6 ટકા છે. પ્રાયોરીટી સેકટર માટે એડવાન્સ 15 ટકા અત્યારે ફરજીયાત છે. પરંતુ ખાનગી બેંકોને આ નિયમ લાગુ નથી. સરકારના મોટા માળખાકીય ધિરાણ રાષ્ટ્રીયકૃત બેંકોના છે. ખાનગી બેંકો આ ધિરાણ નથી કરતી.  સન-2014ની સાલ પછી બેંકોનો ડૂબત લેણાંની જોગવાય 12.38 લાખ કરોડની થયેલ છે. છેલ્લાં 3 માસમાં બેંકોનો નફો રૂપિયા 50 હજાર કરોડ થયેલ છે, તેમાંથી 33 હજાર કરોડની જોગવાય કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application