શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયત ના સભ્ય ગણેશભાઈ ગામીત પર કેટલાક અસામાજિક તત્વોએ નજીવી બાબતે લડાઈ કરી હુકમ કર્યો હતો જેને કારણે આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.જેને લઇ આજરોજ આદિવાસી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
મળતી માહિતી મુજબ ગત સપ્ટેમ્બર ને રવિવારના રોજ રાત્રે માંડવી તાલુકા પંચાયત ના સભ્ય ગણેશ ગામીત ની ગાડી સાથે કેટલાક અસામાજિક માથાભારે તત્વો રોંગ સાઈડ પર પોતાનું વાહન હંકારી લાવી અકસ્માત કર્યા બાદ ઝઘડો ચાલુ કરી દેતાં કેટલાક માથાભારે ઈસમો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોઈ પણ જાતની વાતો જાણ્યા વિના તાલુકા પંચાયત ના સભ્ય ગણેશભાઈ ગામીતને મારવાનું ચાલુ કરી દીધું હતું,ગણેશ ગામીતે જણાવ્યું હતું કે,હું તાલુકા પંચાયત નો સભ્ય છું અને હું આદિવાસી છું તેમ છતાં માથાભારે તત્વો એ બેરહેમી પૂર્વક માર મારી ભાગી ગયા હતા,બનાવને પગલે માંડવી તાલુકાના આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો જેને કારણે આજરોજ આદિવાસી સમાજના આગેવાનો,યુવાનો તેમજ દરેક ગામડાના સરપંચોએ માંડવી પ્રાંત કચેરીએ ખુબ મોટી સંખ્યામાં ભેગા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કસુરવારો સામે દિન સાત માં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
High light:માંડવી પોલીસે હુમલો કરનાર ચાર આરોપીઓની અટક કરી.
(1)સુરેશ ભરવાડ(2)ગોંવિદ રામજી ભરવાડ(3)રમેશ રાજુ ભરવાડ(4)જેસીંગ ચંદુ ભરવાડ,તમામ રહે-માંડવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application