તાપીમિત્ર ન્યુઝ,સુરત:પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર ભગવતીકુમાર શર્માનું નિધન થયું છે.લાંબી બિમારી બાદ 85 વર્ષની ઉમરે સુરતમાં ભગવતીકુમાર શર્માનું નિધન થયું હતું.આ ઘટનાની જાણ થતાં જ તેમના ચાહકોમાં શોક જોવા મળ્યો હતો.મહત્વનું છે કે,ભગવતી કુમાર શર્માની અસુર્યલોક, ર્ધ્વમૂલ,સમયદ્વીપ પ્રસિધ્ધ નવલકથાઓ લખી હતી.અસુર્યલોક નવલકથાને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો હતો.ભગવતીકુમાર શર્માને 1988માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 2017માં સાહિત્યરત્ન પુરસ્કાર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
સુરત ખાતે આજે વહેલી સવારે જાણીતા નવલકથાકારનું નિધન થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા ચાહકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.આ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વીટ કરીને દિવંગત ભગવતીકુમાર શર્માને શ્રદ્ધાંજલી પાઠવી હતી તથા તેમના પરિવારજનોને પણ સાંત્વના આપી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૂર્ધન્ય સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના સુરતમાં થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી સદ્દગત ને શ્રધાંજલિ પાઠવી છે.મુખ્યમંત્રીએ સદ્દગતને ભાવાંજલી આપતા કહ્યું કે, ભગવતી કુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકાર ક્ષેત્રને ન પુરાય તેવી ખોટ પડી છે.આપને જણાવી દઇએ કે,ભગવતીકુમાર હરગોવિંદ શર્માનો જન્મ 31-5-1934 ના રોજ થયો હતો.તેમણે કવિતા,ટૂંકી વાર્તા ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન અર્પણ કરેલ.તેમની જાણીતી નવલકથા અસુર્યલોકને સાહિત્ય અકાદમીનો પણ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application