સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઓમીક્રોન વેરિયેન્ટની એન્ટ્રી સાથે જ કોરોના મહામારીની ત્રીજા તબક્કાની લહેરનો પ્રારંભ થઇ ચુક્યો હોય તેવા દ્રશ્યો જાવા મળી રહ્યા છે. એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં ૨૦૦ ટકા જેટલા ઉછાળા સાથે ગઇકાલે સુરત શહેરમાં રેકોર્ડબ્રેક ૨૦૯ કેસ નોંધાયા બાદ આજે વધુ ૬૭ દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, શહેરમાં આજે શહેરના અલગ-અલગ ઝોન વિસ્તાર મળીને ૬૭ નાગરિકોનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાં અઠવા ઝોનમાં સૌથી વધુ ૨૦ દર્દીઓ નોંધાયા હોવાનું જાણા મળ્યું છે.આ સિવાય હાલ સુરત શહેરની સિવિલ અને સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલોમાં કુલ ૨૩ દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ સુરત શહેરમાં ૮૦૦થી વધુ એક્ટીવ કેસને પગલે આરોગ્ય વિભાગ દ્વારા પણ ટેસ્ટિંગ સહિત વેક્સીનેશન ઝુંબેશ પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્નાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ઓમિક્રોનના કેસની સાથે કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યા છે. રોજના મોટી સંખ્યામાં ફરીથી કેસો બહાર આવવા લાગતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી જવા પામી છે. કેસમાં સતત થઈ રહેલા વધારામાં મોટા ભાગે વિદ્યાર્થીઓ અને હાઉસવાઈફઓ સંક્રમીત થતા હોવાનુ બહાર આવતા આંકડાઓ પરથી ફલિત થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application