Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:માંગરોળ માંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો:રૂપિયા 14.91 લાખનો મુદ્દામાલ જપ્ત:આરોપીઓ ફરાર

  • August 25, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:માંગરોળ તાલુકાનાં સેલારપુર ગામના જંગલ વિસ્તાર માંથી પસાર થતી રેલ્વે ટ્રેક નજીક પડતર ખુલ્લી જગ્યામાં વાહનો માંથી વિદેશીદારૂનું કારટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતાં સ્થળ ઉપરથી 6.41 લાખનો વિદેશી દારૂ તેમજ ટેમ્પો અને જીપ મળી કુલ 14.91 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જીલ્લાના માંગરોળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે સમય દરમ્યાન બાતમી મળી હતી કે સેલારપુર ગામની સીમમાં આવેલ જંગલ માંથી પસાર થતી રેલ્વે ટ્રેક નજીક પડતર ખુલ્લી જગ્યામાં ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાનાં જામણીયા ગામના બુટલેગર મુકેશ બાબુભાઇ વસાવા નાઓએ એક ટેમ્પો તથા એક જીપમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી કાર્ટિંગ કરી કરી રહ્યો છે,બાતમીના આધારે પોલીસ સ્ટાફનો એક કાફલો સ્થળ ઉપર પહોંચતા પોલીસને એક ટેમ્પો નંબર GJ-15-X-7476 તથા બોલેરો પીકઅપ નંબર GJ-16-Z-7578 મળી આવ્યા હતા.બંને વાહનોમાં તપાસ કરતાં પોલીસને પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની નાની મોટી 9075 બોટલ જેની કિં.રૂ, 6,41,100 તથા ટેમ્પાની કિંમત 6.25 લાખ તથા બોલેરોની કિંમત 2.25 લાખ મળી કુલ 14.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આરોપીઓ  પોલીસની રેડ જોઈને જંગલ વિસ્તારમાં ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે પોલીસે ગુન્હો રજીસ્ટર કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસ્વીર)  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application