શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા-તાપીમિત્ર ન્યુઝ,માંડવી:ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સાથે કાર્યકર્તાઓ સહિત તાલુકા પંચાયત ના પ્રમુખ શંકરભાઈ ચૌધરી,નગરમાં ફરી કેરળના પુરગ્રસ્તો માટે ઉદાર હાથે દાન કરવા અપિલ કરી હતી
માંડવી-સોનગઢ ના લોક લાડીલા ધારાસભ્ય આનંદ ચૌધરી એ 24 મી ઓગષ્ટ ને શુક્રવારે સવારે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે કેરળ પૂરગ્રસ્ત માટે ટાઉન માં ફરી લોક ફાળો ઉઘરાવવા માં આવ્યો હતો,કેરળ માં આવેલ વિનાશક રેલ માં ભારે માનવતબાહી સર્જી હતી.અને જનમાલ ની ભારે માત્રામાં તબાહી થતા લોકો નું ઘર વખરી રેલ માં તણાઈ જતા લોકો બેઘર થઈ ગયા હતા ત્યારે દેશભરમાં લોકો યથાયોગ્ય ફાળો ઉઘરાવી પૂરગ્રસ્ત માટે મોકલી રહ્યા છે ત્યાંરે માંડવી-સોનગઢ ના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી એ દરેક કોંગ્રેસ ના આગેવાનો સહિત કાર્યકર્તાઓ સાથે ખુબ મોટી સંખ્યામાં ભેગા મળીને ટાઉન માં લોક ફાળો ઉઘરાવવા માં આવ્યો હતો જેમાં લોકો એ ઉદાર હાથે રોકર રકમ,કપડા,અનાજ આપી માનવતા મહેકાવી હતી ભાજપ પાર્ટી સાથે સંકળાયેલા લોકો એ પણ કેરળ પૂરગ્રસ્ત માટે યથાયોગ્ય ફાળો આપ્યો હતો તાલુકા પંચાયત ના પ્રમુખ શંકરભાઈ ચૌધરી,ભીમસીગ ચૌધરી,જીલ્લા પંચાયત ના સભ્ય ગીરીશ ચૌધરી,અખિલેશ,ખાલીખ મામા,રૂપેશ ખૈગાર,મેહુલ સિંહ ખૈગાર,કુપાકિરણ,રાઘા ગામીત,નિરૂબેન જેગી,મજુબેન,આબીદા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500