Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોંગ્રેસના સમયમાં પાણીની ટાંકી હતી પણ પાણી ન મળતું હતું.જે પાણી બીજેપીની ગુજરાત સરકારે પૂરું કર્યું:દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તે ૧૦૦ પૈસા ગરીબના હાથમાં જાય છે.ગરીબને બેન્ક ખાતું ન હતું પણ ભાજપની સરકારે ગરીબો સુધી જ બેન્ક પહોંચાડી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

  • August 23, 2018 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુરુવારે વલસાડ,જૂનાગઢ અને ગાંધીનગરના એમ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા.સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સહિતના ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વલસાડના જૂજવા ખાતે પહોંચ્યા હતા.જયારે પહેલાં પીએમ મોદીએ ૬૦૦ કરોડના પાણી પુરવઠા યોજના અંગે માહિતી મેળવી હતી.ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા.જયાં હાજર લોકોએ મોબાઈલ ટોર્ચથી સ્વાગત કર્યું હતું.અને પીએમ મોદીના હસ્તે ૬૦૦ કરોડના સ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.અને બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરી હતી.ત્યારબાદ સંબોધનમાં જણાવ્યું હતું કે,૧ લાખથી વધુ બહેનોને ઘરની ભેટ આપી ભાઈ રૂપે સંતોષ અનુભવું છું. નરેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે રક્ષાબંધનની એડવાન્સમાં બહેનોને શુભેચ્છા. ૧ લાખથી વધુ બહેનોને પાકું મકાન ભેટ સ્વરૂપે આપવામાં આવી છે.૧૨ ફૂટ જેટલી લાંબી રાખડી બનાવી લાવનાર બહેનોનો  આભાર માની  દરેક ગામ મા દરેક નળ મા પાણી આવે એ સ્વપ્ન  હોવાનું જણાવેલ.તેમણે આ યોજનાથી  કપરાડા અને ધરમપુરમાં પાણીની સમસ્યાનો હલ થશે અને કપરાડામાં વરસતું વરસાદી પાણી સમુદ્રમાં વહી જાય છે.તેને રોકી તેનો સદ્દઉપયોગ કરવામાં આવશેનું જણાવેલ.નરેન્દ્રભાઈએ કોંગ્રેસના સમયમાં પાણીની ટાંકી હતી પણ પાણી ન મળતું હતું.જે પાણી બીજેપીની ગુજરાત સરકારે પૂરું કર્યુંનું પણ જણાવેલ.માત્ર અડધા કલાકમાં આખા ગુજરાતની યાત્રા કરી.તેમણે કહ્યું કે,દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તે ૧૦૦ પૈસા ગરીબના હાથમાં જાય છે.ગરીબને બેન્ક ખાતું ન હતું પણ ભાજપની સરકારે ગરીબો સુધી જ બેન્ક પહોંચાડી દેશની ગરબી હટાવવા ગરીબો સશકિતકરણ ચલાવ્યું છે.ગુજરાતના લોકોએ મારી પરવરિશ કરી છે,તમારી પાસેથી શીખ્યો છું,સપના પુરાં કરવાનો પ્રયાસ કર્યો છે.ઘર ન હોય તો જિંદગી અંધકારમય લાગે છે.પોતાનું ઘર હોય તો સપનાઓ બને છે.અને સપનાઓને પુરા કરવા જિંદગી બદલવાનું ચાલું કરે છે.તેમણે ૬૦૦ કરોડની પાણીની યોજના માતા -બહેનોને ભેટ આપતા જણાવેલ કે પીવાનું શુદ્ઘ પાણી આપવાનો પ્રયાસ કપરાડા ધરમપુરમાં યુવાનીના ઘણા વર્ષ આદિવાસી વિસ્તારમાં પસાર કર્યા છે.ઉમરગામથી અંબાજી સુધી દરેક ઘરને નળથી જળ મળે તે સપનું જોયું હતું.જે માટે ૧૦ યોજનાઓ શરૂ થઈ છે.ટેકનોલોજીનો મેજિક છે કે ૨૦૦ માળ ઉપર પાણી લઈ જઈ લોકોને નીચે પાણી આપવામાં આવશે.આદિવાસી મુખ્યમંત્રીના ગામમાં પાણીની ટાંકી હતી પણ પાણી નહતું.તે ગામને પણ પાણી આપવાનું સૌભાગ્ય મળ્યું છે.આ તકે તેમણે લાખા યાદ કરી વણજારને પાણી માટે કામ કરવા બદલ લોકો તેને યાદ કરે છેનું પણ જણાવી  દરેક જિલ્લામાં ગયો માતા-બહેનોને મળ્યો હોવાનું કહ્યું હતુ.આ લોકાર્પણ પ્રસંગે તેને લાભાર્થી બહેનો સાથે વાત કરી હતી.તેમણે માતા બહેનોને પૂછ્યું કે,કોઈને લાંચ તો આપવા નથી પડી ને, માતાઓએ સંતોષ સાથે જણાવ્યું કે,કોઈને લાંચ નથી આપવી પડી સરકારના પૈસા સાથે ઘરમાં પરિવારનો પરસેવો પણ છે.મકાન કેવું બનશે તે પરિવારોએ નક્કી કર્યું છે.ઉતમ ઘર બનાવવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.ગામમાં ગરીબના ઘરોમાં ઉજવલા યોજના,સૌભાગ્ય યોજના અંતર્ગત વીજળી આપવામાં આવી છે.તેમણે જણાવેલ કે અબ તક ખબરે આતી થી નેતાઓ કે બડે-બડે ઘર બનને કી.અબ ખબરે આ રહી હે ગરીબોને ઘર બનને કી આઝાદીના ૭૫ વર્ષે કોઈ પરિવાર એવું ન હોય જેની પાસે ઘરનું ઘર ન હોય તેવું સપનું સેવ્યું છે.ગયું  સપ્તાહ પીડાદાયક રહ્યું,અટલજીનું નિધન થયું,પ્રધાનમંત્રી સડક યોજના સમય મર્યાદા માં પૂર્ણ કરી રહ્યા છીએ.નરેન્દ્રભાઈએ લાભાર્થીઓ સાથે વાત કરતા ખુશ ફેલાઈ હતી.પીએમ મોદી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતેથી ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપ્યો હતો.આ સાથે તેઓ બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરી હતી.અલગ અલગ શહેર-ગામડાઓમાં લાભાર્થી મહિલાઓ સાથે વાત કરતા મહિલાઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.સાથો સાથ વલસાડ પહોંચતાની સાથે જ પીએમ મોદીએ ૬૦૦ કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની માહિતી મેળવી હતી.અને સંબંધીત અધિકારીઓ સાથે વાત કરી હતી.ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા.જયાં હાજર લોકોએ મોબાઈલની ટોર્ચ ચાલું કરી નરેન્દ્રભાઈ સ્વાગત કર્યું હતું.અને મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.ત્યારબાદ ૬૦૦ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.જાહેરસભા સ્થળ આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.જેમાં ૧ ADGIP, ૧૦, ૪૦ DYSP, ૪૦ PI, ૧૮૦ PSI, ૧૮૦૦ કોન્સ્ટેબલ, SRPની૧ ટીમ, બીડીડીએસની ૪ ટીમ અને સ્પેશ્યલ ગાર્ડની કંપની ખડકી દેવામાં આવી છે.નરેન્દ્રભાઈની સભામાં કોઇ તકલીફ ન પડે તે માટે સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી ૭ કલાકના સમયગાળા માટે વલસાડ ધરમપુર તાલુકાના ગામો માંથી પસાર થતાં સ્ટેટ હાઇવે ના તમામ માર્ગો પરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા પર પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામુ નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડરે બહાર પાડ્ય હતું.વલસાડ ધરમપુર તાલુકાના ૧૭ જેટલા ગામોને આ સ્ટેટ હાઈવે જોડતો હોય ગુરૂવારે સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી હજારો વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પાડી હતી.સભાના અનુસંધાને છેલ્લા ૩ દિવસથી પ્રવર્તી રહેલા વરસાદી માહોલના પગલે પીએમની સભાને અનુલક્ષી ડિઝાસ્ટર વિભાગે કન્ટ્રોલરૂમ શરૂ કરી દીધો છે.પીએમની જાહેર સભા માટે ડિઝાસ્ટર વિભાગ પણ સર્તક થઇ ગયું છે.ડિઝાસ્ટરને લગતી કોઇ પણ જાણકારી આ વિભાગના ફોન નંબર ઉપર આપી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.વલસાડથી ધરમપુર જતાં વાહનોએ જૂજવા ત્રણ રસ્તા થઇ કાંજણહરિ,કાંજણ રણછોડ,કાંપરિયા દુલસાડ થઇ બારસોલ જઇ શકશે.જયારે ધરમપુરથી વલસાડ આવતા વાહનો વાંકલ નવાપાડાથી ઓઝર ગામ થઇ રાબડા,નવેરા,ચણવઇ થઇ અતુલ નેશનલ હાઇવે નં.૪૮ થઇ વલસાડ જઇ શકશે.વાંકલ ગામ અડધે રસ્તેથી પસાર થતાં વાહનોને પાથરી,વાંકીનદી ક્રોસ ત્રણ રસ્તા થઇ પારનેરા-ચણવઇ ને.હા.૪૮ થઇ જઇ શકતા હતા.સાથે પીએ મોદીની જાહેર સભા માટે ફરજ પર મૂકાયેલા સરકારી કચેરી,પોલીસ તંત્રના વાહનો,મેડિકલ એમ્બ્યુલન્સ,ફાયર ફાઇટરના વાહનોને આ પ્રતિબંધ લાગુ  પાડવામાં ન આવેલ. ઉપરાંત કાર્યક્રમ માટે ફરજાધિન જતા તમામ પ્રકારના સરકારી-ખાનગી વાહનોને પણ લાગુ કરાયેલ નહી.વડાપ્રધાન મોદીની સભામાં ૧.૧૧ લાખની મેદની ભેગી થવાની ગણતરી આદિજાતિ મંત્રીની બેઠકમાં મડાઇ હતી.જેને લઇ ગાંધીનગર કમિશ્નર અને સચિવ,ગ્રામ વિકાસ વિભાગે નિગમના મુખ્ય પરિવહન અધિકારી પાસે અમદાવાદ, નડિયાદ,વડોદરા,ગોધરા, ભરૂચ, સુરત અને વલસાડ મળી ૭ એસટી વિભાગો માંથી ૮૦૦ જેટલી કેઝયુઅલ કોન્ટ્રાકટથી બસની માગ કરી હતી.જો કે વલસાડ એસટી વિભાગ માંથી ૧૫૦ અને સુરત વિભાગ માંથી ૧૫૦ બસની વ્યવસ્થા કરાઇ હતી.વલસાડ વિભાગના ૬ ડેપો માંથી ૧૫૦ બસમાં બીલીમોરા,નવસારી, વલસાડ અને વાપી ડેપોએ ૩૦-૩૦ બસ કપરાડા તાલુકા માટે,ધરમપુર ડેપો માંથી આહવા ડેપોની પણ ૧૦ બસ ફાળવાઇ છે.ધરમપુર ડેપો માંથી ૫ બસ કપરાડા મોકલાઇ હતી. ડાંગના સુબીર તાલુકા માટે ૪ અને આહવા માટે ૩ બસ અપાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application