કોરોના કેસ ઓછા થયા બાદ ઇન્ટરનેશનલ ફલાઇટ પરના તમામ નિયંત્રણો ઉઠાવી લેવામાં આવતા લોકો ધડાધડ વિદેશ યાત્રાએ જવા માંડયા છે. મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા એક મહિનામાં 1.62 લાખ પ્રવાસીઓએ દુબઇયાત્રા કરી હતી. કોરોનાનું મોજું ઓસરી ગયા બાદ બે વર્ષે ગત તા.27મી માર્ચથી હવાઇ સીમાઓ ખુલ્લી મૂકાઇ હતી.
ત્યારથી ગત તા.27મી એપ્રિલ સુધીમાં મુંબઇના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી 6.3 લાખ લોકો વિદેશ પ્રવાસે ગયા હતા. જોકે આમાંથી 44.80 ટકા દુબઇ સહિત મિડલ ઇસ્ટના દેશોમાં, 25.80 ટકા એશિયા પેસિફિકના દેશોમાં 5.9 ટકા યુરોપ અને 3.5 ટકા અમેરિકા ગયા હતા. આમ દેશના સૌથી વ્યસ્ત વિમાનમથક ગણાતા મુંબઇ એરપોર્ટ પરથી દરરોજ સરેરાશ 120 ફલાઇટ ઓપરેટ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application