Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં વીરપુર ગામે પશુઓની હેરાફેરી કરતાં ૬ ઈસમો વાહનો સાથે ઝડપાયા, રૂપિયા ૨૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • February 26, 2025 

વ્યારાનાં વીરપુર ગામની સીમમાં આવેલ હાઇવે પરના બીપીસીએલ પેટ્રોલ પંપ પર ત્રણ વાહનોને અટકાવી ગૌરક્ષકોએ ૫૧ પશુઓને બચાવી લીધા હતા. જોકે ગૌરક્ષકો અને પોલીસે પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતા જે બે ટેમ્પા પકડ્યા હતા. આમ, બંને ટેમ્પામાં પશુઓની હેરાહેરી માટે શ્રી ઉકાઈ પ્રદેશ ખેડુત મંડળ, ખુશાલપુરા, વ્યારાના દાખલાનો ઉપયોગ થયો હતો. વીરપુર હાઈવે પરના બીપીસીએલ પેટ્રોલ પંપ પર ગત તારીખ ૨૫/૦૨/૨૦૨૫ના મોડી રાત્રે એક ટ્રક નંબર જીજે/૧૬/એકસ/૮૩૩૫ આવી ત્યારે ત્યાં હાજર ગૌરક્ષકોએ તેને અટકાવી તપાસ કરતા તેમાં ૮ ભેંસ અને ૩ નંગ પાડાને ખીંચોખીચ ટુંકી દોરીથી બાંધેલા મળી આવતા ગૌરક્ષકોએ પોલીસને જાણ કરી હતી.


પોલીસે ત્યાં આવી ટ્રકના ચાલક ગ્યાસુદ્દીન દાઉદભાઈ મન્સુરી (ઉ.વ.૬૧, રહે.સુલતાનપુરા, તા.ઝઘડિયા, જિ.ભરૂચ) અને ક્લીનર મોહંમદ અજીજ ઐયુબભાઈ મુન્સી (ઉ.વ.૩૪,રહે.નાના ગોરીવાડ,તા.આમોદ,જી.ભરૂચ)ની ધરપકડ કરી હતી અને આ પશુઓ ભરી આપનાર અયુબ અલીભાઈ મુન્સી (રહે.નાના ગોરીવાડ, આમોદ, જિ.ભરૂચ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આ ટ્રકને લઈને રવાના થયા પછી વધુ બે પશુઓ ભરેલ ટેમ્પા પેટ્રોલ પંપ પર આવ્યા હતા. આ બંને ટેમ્પાને અટકાવીને ગૌરક્ષકોએ પોલીસને સોંપ્યા હતા. તેમાં ટેમ્પો નંબર એમએચ/૧૮/બીજી/૪૨૦૮રમાં ૧૨ વાછરડા, ૬ બળદ અને ૧ ગાય મળી કુલ ૧૯ પશુઓ ક્રુરતાપૂર્વક ભરેલા હતા.


આમ, પોલીસે તેના ચાલક વિઠ્ઠલ સખારામ પાટીલ (ઉ.વ.૩૫, રહે. પારોલા, જિ.જલગાંવ) અને બાજુમાં બેસેલ સુનિલ સાલીક સોનવણે (ઉ.વ.૨૨,.રહે.જુવનણે,અમલનેર)ની અટક કરી હતી. તેમજ બીજા ટેમ્પો નંબર એમએચ/૧૮/બીઝેડ/૬૩૬૯માં પણ ૧૪ વાછરડા ૫ બળદ અને ૨ ગાય મળી કૂલ ૨૧ પશુઓ ભરેલા હતા. તેથી પોલીસે તેના ચાલક સાગર બળવંત ગુડવે (ઉ.વ.૪૩, રહે.સાખે, તા.પારોલા,જિ,જલગાંવ) અને સાલીક હિલાલ સોનવણે (ઉ.વ.૫૫, રહે. જુવનણે, તા.અમલનેર, જિ.જલગાંવ)ની ધરપકડ કરી હતી. આમ, ગૌરક્ષકો અને પોલીસે ૫૧ પશુઓને કતલખાને જતાં બચાવી લીધા હતા. પોલીસે ૬ ઈસમોની ધરપકડ કરી પશુઓ અને વાહનો મળી કુલ રૂપિયા ૨૨,૪૨,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application