તાપી જીલ્લામા કોરોના પોઝીટીવ દર્દીનો વધુ 1 નવો કેસ મળી આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ જાણે કોરોનાએ રફતાર પકડી હોય તેમ કેસોમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. જોકે જે રીતે લોકો સોશિયલ ડીસ્ટ ન્સ કે પછી માસ્ક વગર હરવા ફરવા લાગ્યા છે તે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.13મી માર્ચ નારોજ જીલ્લાના માત્ર સોનગઢની આશીર્વાદ રેસીડેન્સીમાં 36 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 910 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. અત્યાર સુધી કુલ 863 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 247 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 6 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500