કોસંબાનાં નવાપરા જીઆઇડીસીમાં જુગાર રમી રહેલા ૬ જુગારીઓને ૩૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોટા બોરસરા ગામની સીમમાં નવાપરા જીઆઇડીસી રાજ સિનેમા મંસુભાઈનાં મકાનની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની કોસંબા પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે સ્થળ પર છાપો મારતા આકસ્મિક આવી પહોંચેલી પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
જોકે પોલીસે તમામ જુગારીને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. પોલીસે બનાવના સ્થળેથી ૧૦,૬૧૦/- રોકડા, ૨૬,૫૦૦ કિંમતના ૪ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂપિયા ૩૬,૬૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જયપ્રકાશ બેડી પટેલ, મનોજકુમાર બીજયશંકર યાદવ, કુલદીપકુમાર રામબિહારી સોની, સુરજસીંહ રામેશ્વર રાઠોડ, અર્પિતકુમાર શ્રીકૃષ્ણ રાજપૂત, વીરૂ રામકેશ શાહુ (તમામ રહે. નવાપરા જીઆઈડીસી, મોટા બોરસરા ગામ, તા. માંગરોળ)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500