ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ પર સેગવા-વરેડીયા ચોકડી નજીક અકસ્માતમાં ટ્રેલર ચાલકે ગાયોના ટોળાને અડફેટે લેતા ૬ ગાયોના મોત થતાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે આઠ ગાયોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળેલ હતું. જયારે સાંજના સમયે બનેલી ઘટનામાં મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અથડામણ કરી હતી.
અકસ્માતમાં ૬ ગાયોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા આ ઉપરાંત ૮ જેટલી ગાયોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સમયે પશુપાલકો ગાયો સહિતના પશુઓને ચરાવીને સેગવા લઈ જઈ રહ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, એક તરફ જઈ રહેલું ગાયોનું ટોળુ અચાનક ભાગવા લાગ્યુ અને ટ્રેલરની અડફેટમાં આવી ગયુ. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ર ગભરાઈને વાહન મુકીને ભાગી ગયો હતો જો કે તે પછીથી પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પશુપાલક ગબરૂ રયાભાઈ લાંબકા ભરવાડે ટેન્કર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.(file photo)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application