તાપી જીલ્લામાં આજરોજ આશ્રમ શાળાના બે બાળકો સહિત જીલ્લામાં 6 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગામની આશ્રમ શાળાનાં 2 વિધાર્થીઓને કોરોના થતા તંત્ર દોડતું થઈ ગયું છે. તાબડતોડ આશ્રમ શાળાનાં અન્ય આશરે 29 જેટલા વિધાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે જોકે તમામ બાળકોના કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જીલ્લાના વ્યારામાં 2 કેસ અને સોનગઢ અને વાલોડમાં 1-1 કેસ નોધાયો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.21મી માર્ચ નારોજ કુકરમુંડાની ફૂલવાડી ગામની આશ્રમ શાળામાં 12 વર્ષીય કિશોર અને 12 વર્ષીય કિશોરી, વ્યારાના સરિતા નગરમાં 50 વર્ષીય મહિલા,વ્યારાના તાડકુવામાં 47 વર્ષીય મહિલા,સોનગઢના નવાગામ-વાણીયા ફળીયામાં 27 વર્ષીય પુરુષ અને વાલોડના બુહારીના વાણીયાવાડમાં 24 વર્ષીય યુવક મળી જીલ્લામાં કુલ 6 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 931 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. અત્યાર સુધી કુલ 871 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભર માંથી કોરોના ટેસ્ટ માટે 397 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં હાલ 19 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500