તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વ્યારાના પાનવાડી ખાતે રેશનકાર્ડની કુપન કઢાવવા માટે જાઉં છું તેમ કહી ઘરથી નીકળેલી મહિલા ગુમ થઈ હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે ૧-ઓગસ્ટ નારોજ ૨૦૧૮ નારોજ રજીસ્ટર થયો છે.
મળતી માહિતી મુજબ તા.૧૯મી જૂન ૨૦૧૮ નારોજ,વાલોડ તાલુકાના બેડકુવા ગામના ખોખરાઉમરા ફળીયામાં રહેતા ફતેસિંગભાઈ નરસિંહભાઈ ચૌધરી ની બીજી પત્ની ગીતાબેન ફતેસિંગભાઈ ચૌધરી(ઉ.વ.૪૦),વ્યારાના પાનવાડી ખાતે "રેશનકાર્ડની કુપન કઢાવવા માટે જાઉં છું"તેમ કહી ઘરના કોઈપણ સભ્યને કોઈપણ જાતની જાણ કર્યા વિના ઘરેથી કયાંક ચાલી ગયેલ હોય,જે રંગે ઘઉંવર્ણ તેમજ મોઢું લંબગોળ છે.જેની ઊંચાઈ આશરે પાંચ ફૂટ બે ઇંચ છે.જે ગુજરાતી અને આદિવાસી ચૌધરી તેમજ ગામીત ભાષા બોલે છે.તથા જાણે છે.શરીરે કેસરી કલરનો ડ્રેસ પહેરેલ છે,બનાવ અંગે ફતેસિંગભાઇ નરસિંહભાઈ ચૌધરી એ પોલીસ મથકે ફરિયાદ કરતા વાલોડ પોલીસ ચોંપડે ગુમ જાણવા જોગ બનાવ રજીસ્ટર થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application