ગાંધીનગર:રાજ્યના મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કોર્પોરેટરોના માસિક માનદ વેતન તેમજ અન્ય ભથ્થામાં તા.૧-એપ્રિલ ર૦૧૮ની અસરથી વધારો આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણય અનુસાર હવે અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટના કોર્પોરેટરોને માસિક રૂ.૧ર હજાર માનદ વેતન તેમજ મીટીંગ ભથ્થું દર મીટીંગના રૂ.પ૦૦, ટેલિફોન ભથ્થું માસિક રૂ.૧૦૦૦ તથા સ્ટેશનરી ભથ્થું દર મહિને રૂ.૧પ૦૦ પ્રમાણે મળશે.જામનગર,ભાવનગર,જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોને માસિક રૂ.૭૦૦૦ માનદ વેતન અને મીટીંગ દીઠ ભથ્થું રૂ.પ૦૦ તથા દર મહિને ટેલિફોન ભથ્થું રૂ.૧૦૦૦ તેમજ સ્ટેશનરી ભથ્થું રૂ.૧પ૦૦ મળશે.આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને માસિક રૂ.૩૦૦૦ માનદ વેતન મળતું હતું તેમજ મીટીંગ દીઠ ભથ્થું રૂ.રપ૦,માસિક ટેલિફોન ભથ્થું રૂ.૭પ૦ અને સ્ટેશનરી ભથ્થું રૂ.પ૦૦ પ્રમાણે ચૂકવવામાં આવતું હતું.
high light-
-અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરતના કોર્પોરેટરોનું માસિક માનદ વેતન-રૂ.૧ર૦૦૦
-ગાંધીનગર-જૂનાગઢ-ભાવનગર-જામનગરમાં રૂ.૭૦૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application