તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૦૯મી,ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના છેવાડે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ખાતે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણી સંદર્ભે વ્યારા ખાતે યોજાયેલી બેઠકમાં કલેકટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી તાપી જિલ્લાની મુલાકાતે આવનાર છે. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ અધિકારીઓ તેમને સોંપવામાં આવેલી કામગીરીને ગંભીરતાથી લઇને કામ કરે એવી સૂચના આપી તેમણે તમામ અધિકારીઓ પરસ્પર સંકલનમાં રહીને કામગીરી કરવા જરૂરી સૂચનો કર્યા હતા.બેઠક દરમિયાન મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને બનાવવામાં આવેલી વિવિધ સમિતિઓ અંગે જાણકારી આપી સમિતિઓ દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિગતે છણાવટ કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.તેમણે કાર્યક્રમને અનુલક્ષીને સભાના સ્થળે મંડપ,સાઉન્ડ સિસ્ટમ,સ્પીકર જનરેટર સિસ્ટમ, મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ,સ્ટેજ વ્યવસ્થા અને કાર્યક્રમનું સંચાલન, સાંસકૃતિક કાર્યક્રમ,પીવાના પાણીની વ્યવસ્થા,લોકોને કાર્યક્રમના સ્થળે લાવવા લઇ જવાની વ્યવસ્થા,પાર્કિંગ અને ટ્રાફિક નિયમન બેઠક વ્યવસ્થાને લગતા મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500