તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા આજરોજ વ્યારા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,મીડીયાકર્મીઓ સહિત ડીએફઓ શ્રીઆનંદ કુમાર-તાપી,વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી મહેરનોસભાઈ જોખી તથા ચીફ ઓફિસર શ્રીશૈલેશભાઈ પટેલ તેમજ નગરપાલિકા અને વનવિભાગના કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
સાંપ્રત સમયમાં વૃક્ષોના વાવેતરની તાતી જરૂરીયાત વર્તાઇ રહી છે.જંગલો કપાઇ જતાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહયું હોવાનું કહી સંઘના પ્રમુખ દીપકભાઈ શર્મા સહુને આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડીએફઓશ્રી આનંદકુમાર,વ્યારા નગર પાલિકાપ્રમુખ મહેરનોસ જોખી તથા ચીફ ઓફિસર શૈલેશભાઈ પટેલનું ફૂલગુચ્છોથી સ્વાગત કરવામાં આવ્યું હતું,પર્યાવરણના જતન માટે વ્યારા ખાતે નવા બસસ્ટેન્ડ તેમજ હનુમાનજીના મંદિરની આસપાસ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પ્રકૃતિને અનુરૂપ ગુમમોહર,લીમડો,પીપળો,વડ જેવા ઘણા વૃક્ષો રોપવામાં આવ્યા હતાં.વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડીએફઓ આનંદકુમાર-તાપી,વ્યારા નગરપાલિકા પ્રમુખ મહેરનોસ જોખી,ચીફઓફિસર શૈલેષભાઈ પટેલ,આરએફઓ ગામીત-વ્યારા તેમજ તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘના પ્રમુખ દિપકભાઇ શર્મા,સ્થાપક પ્રમુખ હરીશભાઈ શાહ,ઉપપ્રમુખ નિરવભાઈ કંસારા,ઉપપ્રમુખ અનુપભાઈ ભટ્ટ,મંત્રી વિનાયકભાઈ જાધવ,ખજાનચી સંદિપસિંહ ગોડાદરિયા તેમજ મહામંત્રી મહેશભાઈ પ્રજાપતિ સહિત તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કુદરતનું અસ્તિત્વ ટકાવવા માટે વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ તેનાથી સુદઢ હવા અને વાતાવરણ મળે છે.જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હશે ત્યાં વરસાદ પણ વધુ પડે છે.નવા બસસ્ટેન્ડ પાસે તેમજ ગાંધીબાગ નજીક આવેલ સંકટ મોચન હનુમાનજીનાં મંદિરની આસપાસ વાવેતર કરાયેલા વૃક્ષોના જતનની જવાબદારી મીડીયાકર્મીઓ સ્વીકારી હતી.કાર્યક્રમના અંતે અધિકારીઓ અને મીડીયાકર્મીઓએ એક વૃક્ષનું વાવેતર અને તેણી જાળવણી માટે સંકલ્પ કર્યો હતો,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500