Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:પત્નીની હત્યા કરી રસોડામાં દાટી દઈ એક માસથી ઘરમાં બીસ્દાસ્ત રહેતો હતો હત્યારો પતિ:રેર ઓફ ઘી રેર..

  • July 30, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-ઉકાઈ વિસ્તારમાં એક પતિએ પત્નીની ક્રૂર હત્યા કરી લાશને ઘરના રસોડામાં દાટી દઈ અને જાણે  કંઈજ ન બન્યું હોય તેમ બિંદાસ્ત એક માસ સુધી ઘરમાં જ રહેતો હતો અને પોલીસ મથકે ગૂમસુદગી ની ફરિયાદ મૃતક ના પુત્ર દ્વારા કરાતા આ શાતીર ક્રૂર હત્યારાની પોલ ખુલ્લી પડી ગઈ છે,પોલીસે તેની અટક કરી તપાસ શરૂ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ઘટના જાણ થતા આખેઆખું ગામના લોકોની ભીડ જામી ગઈ હતી. સોનગઢ તાલુકાના સીલેટવેલ ગામની,કે જ્યાં આશરે 50 વર્ષીય  સુરેશભાઈ ગામીત તેની બીજી પત્ની સાથે એકલો રહેતો હતો,જેનો અવારનવાર તેની પત્ની સાથે કોઈને કોઈ કારણોસર ઝઘડો થયા કરતો હતો,અને ગત 29 મી જૂન થી તેની પત્ની અચાનક ગાયબ થઇ ગઈ હતી,જે અંગે અડોશપાડોશી કે ગામવાસી કે પછી મૃતકના વારસો પુછાતા સુરેશભાઈ સંતોષકારક જવાબ ન આપતો હતો,આજરોજ મૃતક ના ત્રણે સંતાનો એ અચાનક ઘરમાં ઘુસી જઈ ઉગ્રતાથી વાતો કરી અને જે ઘરમાં જોયું તેનાથી તેમના હોશકોશ ઉડી ગયા હતા,ગત 29 મી જૂન થી ગાયબ થયેલ કમળાબેન ગામીત જેમણે આરોપી સુરેશભાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા,તેના પહેલા પતિના પુત્ર-પુત્રી તેમને અવારનવાર મળવા આવ્યા કરતા હતા,એક મહિનાથી તેઓ તેમની માતાને ન મળી શકતા અને વરંવાર આરોપી સુરેશને પુછાતા સંતોષકારક જવાબ ન મળતા ગૂમસુદગીની ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ કરી હતી,જેમાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે,જિલ્લાના ઉચ્ચઅધિકારીઓનો એક કાફલો ઘટના સ્થળ પર પહોંચી ડીકંપોસ્ડ હાલતમાં ઘરમાં દાટેલી લાશને  પેનલ પીએમ સ્થળ પર કરી આરોપીની પૂછપરછ અર્થે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.   High light-પત્નીની ક્રૂરતા પૂર્વ હત્યા કરી ઘરના રસોડામાં દાટી એક માસથી મૃત પત્ની ની કબર સાથે રહેતો આ ક્રૂર હત્યાનો કેસ તાપી જિલ્લામાં પ્રથમવાર બનવા પામ્યો છે,રેર ઓફ ઘી રેર પ્રકારના આ કેસમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે અને હત્યા કેવી રીતે,ક્યાં કારણોસર,ક્યારે થઇ અને તેમાં કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે...  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application