Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:સોનગઢ તાલુકાની ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ આર ચૌધરી સુગમ સંગીતમાં પ્રથમ

  • July 29, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રમત-ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા રમત-ગમત કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૨૮-૦૭-૨૦૧૮ના રોજ તાપી જિલ્લા કક્ષાનો ‘કલા મહાકુંભ’ જ્ઞાનદીપ માધ્યમિક શાળા-ઉંચામાળા ખાતે તાપી કલેકટરશ્રી એન.કે.ડામોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ પટેલ,રમત-ગમત અધિકારીશ્રી,રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.  

કલા મહાકુંભમાં ભાગ લેનારા કલાકારોને શુભેચ્છા પાઠવતા કલેકટરશ્રી ડામોરે જણાવ્યું હતું કે ‘કલા મહાકુંભ’ એટલે છુપાયેલ પ્રતિભાઓને બહાર લાવવાનો ઉમદા પ્રયાસ રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ કલા રહેલી હોય છે.જેને નિખારવાનું માધ્યમ એટલે જ કલા મહાકુંભ.તાપી જિલ્લાના ગામડાઓમાં રહેલી જુદી જુદી કલા પ્રતિભાઓ બહાર આવશે.જે આપણા જિલ્લા, રાજ્યનું નામ રોશન કરે એવી અપેક્ષા છે.જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સુગમ સંગીત,શાસ્ત્રીય કંઠ્ય ગીત,ભરત નાટ્યમ્,એકપાત્રીય અભિનય,ગરબા,સમૂહ નૃત્ય,સમૂહ ગીત,લગ્ન ગીત,લોકગીત જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી.જ્યારે બીજા દિવસે વાદન સ્પર્ધાઓ યોજાઈ હતી.સુગમ સંગીત ગાયન વિભાગમાં ૨૧ થી ૫૯ વર્ષના ગૃપમાં ચીમકુવા પ્રાથમિક શાળા,તા.સોનગઢ,જિ.તાપી ના આચાર્યશ્રી પ્રદિપભાઈ રમણભાઈ ચૌધરી એ ભાગ લીધો હતો.તેમણે સુગમ સંગીતમાં હળવુ કંઠ્ય ‘કોકવાર આવતાને જાતા મળો છો’ રજુ કર્યું હતું.આ કૃતિ એ શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.તેઓ પ્રથમ નંબરે વિજેતા થયા હતા.ચીમકુવા પ્રાથમિક શાળા,સોનગઢ તાલુકાનું નામ રોશન કર્યું છે.શાળા પરિવાર,જિલ્લા વહીવટી તંત્ર તથા એસ.એમ.સી.સમિતિએ ખૂબ ખૂબ  અભિનંદન પાઠવ્યા છે. હવે તેઓ ઝોન કક્ષાએ ભાગ લેવા જશે.

high light-‘કલા મહાકુંભ’ એટલે છુપાયેલ પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયાસ:તાપી કલેકટરશ્રી એન.કે.ડામોર..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application