તાપીમિત્ર ન્યુઝ,નિઝર:નિઝરના વેલદા ગામમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીઓને મારમારી પિસ્તોલથી જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.16,500/-મત્તાની લુંટ ચલાવી હોવાનો બનાવ પોલીસ સ્ટેશન ડાયરીમાં રજીસ્ટર થતા જ સીસીટીવી ફૂટેજના આધારે પિસ્તોલ લઈને ફરતો માથાભારે લુટારૂને ઝડપી પાડવામાં નિઝર પોલીસને ભારે સફળતા મળી છે,
નિઝર તાલુકાના વેલદા ગામની સીમ માંથી પસાર થતો મુખ્યમાર્ગને અડીને આવેલ વેલકમ પેટ્રોલ પંપ ઉપર 23મી જુલાઈ નારોજ રાત્રે બાઈક લઈને પેટ્રોલ ભરવા આવેલ યુવકે “પટેલ જાત ઉપર મને નફરત છે”તેમ જણાવી પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીઓને હાથ અને ફાયબરની નળી વડે ફટકારી બળજબરી પૂર્વક પોતાની બાઈકમાં રૂ.300/-નું પેટ્રોલ ભરાવ્યું હતું,તથા પંપના કર્મચારીના શર્ટના ખિસ્સા માંથી રૂ.16,500/-કાઢી લઇ પોતાની બાઈકની સીટ નીચે મુકેલ પિસ્તોલથી જાનથી મારી નાંખવાની ધમકી આપી સનસનીખેજ લુંટ ચલાવી ફરાર થઇ ગયો હતો,બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ ના આધારે લુટારૂને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા,અને આખરે 28મી જુલાઈ નારોજ રાત્રે વેલદા ગામ માંથી માથાભારે વસીમખાન કરીમખાન પઠાણ નામના લુટારૂને ઝડપી પાડવામાં નિઝર પોલીસને સફળતા મળી છે,પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારી અશ્વિનભાઈ ભીખાભાઈ પટેલની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરવામાં આવી હતી,સમગ્ર મામલે પોલીસ દ્વારા બારીકાઇથી તપાસ હાથ ધરવામાં આવી છે,અનેક ગુન્હાઓ ઉપરથી પડદો ઉઠી શકે તેવી શક્યતા સેવાય રહી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500