તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ડાંગ જિલ્લામાં રોબો યુનિવર્સલ નામની બોગસ કંપની બનાવી આદિવાસી બહેનોને રોજગારી આપવાના તેમજ ખેતીવાડી વિભાગ હેઠળ વિવિધ પાકોની ખેતી કરી તેમના પાકને વિદેશમાં ઊંચા ભાવે વેચી આપવાની વાત કરી પાક વેચીને પૈસા ન ચુકવાતા આદિવાસી ખેડૂતોને છેતરનારી મહિલા ભાવેશ્રી દાવડા સહિત ત્રણ જણા વિરૂધ્ધ રૂપિયા 15 લાખથી વધુ છેતરપીંડી કરી હોવાની વધુ ફરિયાદ તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ પોલીસ ચોપડે નોંધાઈ છે,
ડાંગ જિલ્લામાં બોગસ કંપની બનાવી આદિવાસી ખેડૂતો સાથે છેતરપીંડી કરનાર ભાવેશ્રીબેન દાવડા સહિત ત્રણ જણાએ ગત વર્ષ ઓકટોબર-2017 માં તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા ખાતે વેલ્ડીંગ અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા દુકાનદારો ને વિશ્વાસ અને ભરોસો આપી ડાંગ જિલ્લામાં ઇન્ડોટેક કંપનીના લોખંડના 10×20 ફુટના લોખંડની ફ્રેમવાળા બોર્ડ નંગ 40 કુલ્લે રૂ.6,80,000/-ના બોર્ડ સોનગઢ ખાતે નયનદીપ કોમ્પલેક્ષમાં આવેલ મારૂતિ વેલ્ડીંગ વર્ક્સ નામની દુકાન પરથી બનાવી લઇ ગયા હતા,તેજ રીતે વ્યારા ખાતે આવેલ આરાધના સોસાયટીમાં શિવશક્તિ ફેબ્રીકેશન ની દુકાને આવી ડાંગ ઇન્ડોટેક કંપનીના હોદ્દેદારો તરીકેની ઓળખ આપી હતી,અને ડાંગ જીલ્લામાં ઇન્ડોટેક કંપનીના લોખંડના પતરા સહિતાના બોર્ડ નંગ-50 બનાવવાની વાત કરેલ અને ટેન્ડર આપેલ ત્યારબાદ ઇન્ડોટેક કંપનીના કુલ 50 નંગ લોખંડના બોર્ડ બનાવી આપે તો રૂપિયા 8,50,000/- ચુકવી આપવાનો મૌખિક ભરોષો આપેલો જેથી દુકાનદારે ઇન્ડોટેક કંપનીના લોખંડના બોર્ડ બનાવી ડાંગ જીલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ફીટ કર્યા હતા,બંને દુકાનદારોને વિશ્વાસમાં લઈ કુલ રૂ.15.30 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોય,દુકાનદારો દ્વારા વારંવાર રૂપિયાની માંગણી કરવામાં આવી તેમ છતાં રૂપિયા નહીં મળતા,(1)ભાવેશ્રીબેન દાવડા(2)રાજેશભાઇ(3)કૃણાલ સોલંકી વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે રણજીતસિંગ દાદસિંગ સોલંકી રહે,ગણેશનગર ફોરેસ્ટ ઓફિસ સામે-સોનગઢ નાએ ફરિયાદ કરી છે.જયારે વ્યારા પોલીસ મથકે પરેશભાઇ સામજીભાઇ સુતરીયા રહે,વૃદાવનધામ સોસાયટી,રામજી મંદિર પાસે કાનપુરા વ્યારા-તાપી નાઓએ ફરિયાદ નોંધાવી છે.જેમની ફરિયાદના આધારે મહિલા ભાવેશ્રીબેન દાવડા સહિત ત્રણ જણા સામે ગુન્હો રજીસ્ટર કરી સમગ્ર મામલે વ્યારા અને સોનગઢ પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500