Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર:વેલકમ પેટ્રોલ પંપ ઉપર પિસ્તોલ લઈને આવેલા યુવકે ચલાવી દિલધડક લુંટ:પોલીસ દોડતી થઇ

  • July 27, 2018 

તાપીમિત્ર ન્યુઝ,નિઝર;નિઝરના વેલદા ગામની સીમ માંથી પસાર થતો મુખ્યમાર્ગને અડીને આવેલ પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીને મારમારી પિસ્તોલથી જાનથી મારી નાંખવાની ધમકી રોકડ રૂપિયા 16,500/-ની લુંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા નિઝર પંથકમાં ચકચાર મચી જવા પામી છે,બનાવ અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં નિઝર તાલુકાના વેલદા ગામ પાસે આવેલ વેલકમ પેટ્રોલ પંપ ઉપર 23મી જુલાઈ નારોજ રાત્રે બાઈક લઈને પેટ્રોલ ભરવા આવેલ યુવકે “પટેલ જાત ઉપર મને નફરત છે”તેમ જણાવી અશ્વિનભાઈ ભીખાભાઈ પટેલને હાથ અને ફાયબરની નળી વડે ફટકારી બળજબરી પૂર્વક પેટ્રોલ પંપ ઉપર હાજર ફીલરમેન પાસેથી પોતાની બાઈકમાં રૂપિયા 300/-નું પેટ્રોલ ભરાવ્યું હતું,તથા પંપના કર્મચારીના શર્ટના ખિસ્સા માંથી સબમર્શીબલ મોટર ખરીદીના રૂપિયા 16,500/-કાઢી લઇ પોતાની બાઈકની સીટ નીચે મુકેલ પિસ્તોલથી જાનથી મારી નાંખવાની ધમકી આપી લુંટ ચલાવી ફરાર થઇ ગયો હતો,જોકે લુંટ ચલાવનાર યુવકની ઓળખ થઇ જતા નિઝર પોલીસ મથકે પંપના કર્મચારી અશ્વિનભાઈ ભીખાભાઈ પટેલે ફરિયાદ કરી છે,જેની ફરિયાદને આધારે વસીમ રહે,વેલદા-નિઝર વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,લુંટ ઘટના નિઝર પોલીસ ચોપડે રજીસ્ટર થતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે,પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ ના આધારે લુટારુ ને શોધવા માટે રોકેટ ગતિએ તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application