Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના પીપળકુવા ગામે કરંટ લાગવાથી આધેડનું સારવાર દરમિયાન મોત

  • July 27, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકાના પીપળકુવા ગામના પાલીસફળીયામાં ગત તારીખ 11મી જુન 2018 નારોજ,સુમનભાઈ મીચરાભાઈ ગામીત(ઉ.વ.૫૫) નાઓના પોતાના ઘરમાં સાંજની વેળાએ ઇલેક્ટ્રિક લાઈનમાં કરંટ આવતો ના હોય,જેથી મીટર ની બાજુમાં વાયર એમતેમ હલાવી જોતા હતા તે સમય દરમિયાન અચાનક કરંટ લાગવાથી દુર ફેંકાઈ જતા બેભાન થઈ જતા તેમને પ્રથમ સારવાર અર્થે સોનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ સુરત ખાતે સિવિલ હોસ્પીટલમાં,બાદમાં ખાનગી તેમજ વધુ સારવાર અર્થે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન આજરોજ સુમનભાઈ ગામીતનું મોત નીપજ્યું હતું,બનાવ અંગે ઉકાઈ પોલીસે મથકે યાકુબભાઈ સુમનભાઈ ગામીતે જાણ કરતા અકસ્માત મોત બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ સરજીતભાઈ કરી રહ્યા છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application