તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:ડોલવણ થઇ વાલોડના માર્ગે કારમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડી હુન્ડાઈ કાર માંથી પરપ્રાંતીય બનાવટનો દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 2,43,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,તેમજ દારૂ મંગાવનાર રફીક મેમણ રહે,શાહપુર-સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે,
ડોલવણ પોલીસ આજરોજ 2:15 કલાકે પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન શંકાસ્પદ એક હુન્ડાઈ કંપનીની કાર નજરે પડતા તેનો પીછો કર્યો હતો,પરંતુ પોલીસ પાછળ પડી હોવાની ગંધ કાર ચાલકને આવી જતા તેણે વાલોડ તરફ પોતાની કાર હંકારી હતી,ફિલ્મી ઢબે પીછો કરતા ડોલવણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.છાસિયા અને સ્ટાફના માણસોએ વાલોડ પોલીસનો સંપર્ક કરી પરિસ્થિતિ થી વાકેફ કરતા વાલોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.ડી.ખાંટ અને હેડકોન્સટેબલ સંજયભાઈ,ધર્મેશભાઈએ સ્ટાફના માણસો સાથે વાલ્મીકી નદીના બ્રિજ પર નાકાબંદી કરી કાર નંબર GJ-21-M-3533 ને ઝડપી પાડી હતી,કારમાં તપાસ કરતા રોયલ સ્ટેગ કંપનીની ક્લાસિક વ્હીસ્કી બોટલ નંગ 132 કીં.રૂ.66,000/-,તેમજ ઈમ્પેરીયલ બ્લુ ઐથેન્ટીક ગ્રેન વ્હીસ્કી બોટલ નંગ 48 કીં.રૂ.24,000/- મળી કુલ રૂ.90,૦૦૦/-નો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે (1)જાફર આમદ શેખ રહે,શાહપુર,ટાટવાડ પટણી હોલ પાસે-સુરત તથા મહમદ ઇમ્તીયાઝ ફરીદ રહે,રામપુરા,રાજાવાડી પોસ્ટ ઓફીસ પાસે-સુરત નાઓની અટક કરવામાં આવી છે,પોલીસ તપાસમાં દારૂનો જથ્થો રફીક મેમણ રહે,શાહપુર-સુરત નામ જાણવા મળતા ત્રણ જણા સામે વાલોડ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,તેમજ રફીક મેમણ ને વોન્ટેડ જાહેર કર્યો છે,બનાવ અંગે ડોલવણ પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ કે.એમ.છાસિયા નાઓની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર થયો છે,હુન્ડાઈ કંપનીની કાર સહિત પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલ 3 નંગ મોબાઈલ સાથે કુલ રૂ.2,43,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ વાલોડના પીએસઆઈ એ.ડી.ખાંટ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500