તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા એલસીબી પોલીસે જુદાજુદા ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી જેલ ભેગા કરવા માટે કમર કસી છે,સોનગઢ અને વાલોડ પોલીસ ચોપડે જુદાજુદા ગુન્હામાં વોન્ટેડ બતાડવામાં આવેલા બે આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.જેને લઈ કેટલાક દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે,
તાપી જિલ્લાના એસપી એન.એન.ચૌધરી સાહેબની સુચના અને ડીવાયએસપી મુકેશભાઈ પટેલના સુપરવિઝનમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે,ઇન્ચાર્જ તાપી જિલ્લા એલસીબી -પીઆઈ અંકિત સૌમેયા અને સ્ટાફના માણસોએ બાતમીના આધારે બે જુદાજુદા ગુન્હામાં 23 દિવસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે,ગત તારીખ 5 જુલાઈ નારોજ વાલોડ વિસ્તારમાં સોસીયલ મીડિયા મારફત ચલાવવમાં આવતું જુગારનું સૌથી મોટું રેકેટ ઝડપી પાડી શાહીદ શકીલ શેખ રહે,ઈદગાહ ફળિયું-વાલોડ ને રોકડ રૂપિયા 72,900/- સહિત રૂ.1,17,900/-નો મુદ્દામાલ સાથે અટક કરવામાં આવી હતી,વરલી મટકાનો જુગાર વોટ્સઅપ ગૃપ બનાવી સમગ્ર રેકેટ ચલવવા માટે સિકંદર ગુલામ શેખ રહે,ગોલીબાર ટેકરા-વાલોડ વિસ્તારમાં રહેતો શખ્સ શાહીદ શેખ ને કમીશન આપતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.જેમાં મુખ્યસૂત્રધાર સિકંદર ગુલામ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો.તા.25મી જુલાઈ નારોજ વ્યારાના જુના બસ સ્ટેન્ડ પરથી સિકંદર શેખને ઝડપી પાડવામાં આવ્યો છે,
તેમજ ગત તારીખ 4 જુલાઈ નારોજ સોનગઢના પારેખ ફળીયામાં શંકર ભગવાન ના મંદિર સામે તા.4 જુલાઈ નારોજ બારદાનના ગોડાઉન માં પ્રવેશ રોકડ રૂપિયા 1,20,000/-ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયેલા શખ્સની તપાસ કરતા ઉત્તમભાઈ રાવારામભાઈ રાજપુરોહિતે ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બાહર આવ્યું છે,બાતમીના આધારે ઉત્તમ રાજપુરોહિતનું લોકેશન મેળવી તેને ઓલપાડથી પકડી પાડી સઘનપૂછ પરછ કરતા પોતે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી,પોતે ભાઈ સાથે કાંતાનના બરદાનનો ધંધો કરતો હોય,જેમાં ભેરૂસિંગભાઈ ગોબરસિંગભાઈ રાજપુરોહિતના પિતાજી ઉત્તમભાઈને તેમના ભાઈ સાથે ધંધો કરવા દેતા ન હોય,જેથી રોકડ રૂપિયા 1,20,000/-ની મત્તાની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી,બે જુદાજુદા ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને એક જ દિવસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવતા દારૂ જેવા ગંભીર ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500