તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:બારડોલીના આફવા ગામમાં રહેતી યુવતીના મોબાઈલ ઉપર આવેલ ઓટીપી નંબર જાણી કોઈ ભેજાબાજે યુવતીના ખાતા માંથી આઠ હજાર રૂપિયા ઉપાડી લીધા છે,યુવતીના મોબાઈલ ફોન ઉપર બેંકના નામે મેસેજમાં ઓટીપી નંબર આવ્યો હતો.ત્યારબાદ યુવતી પર ફોન કરી બેંક માંથી ફોન હોવાનું જણાવી યુવતી પાસે ઓટીપી નંબર જાણી તેના ખાતા માંથી રોકડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરત જીલ્લામાં બારડોલી તાલુકાના આફવાની યુવતીનું બારડોલીમાં ઈન્ડસઈન્ડ બેંકમાં પિતાના નામ સાથે જોઈંટ એકાઉન્ટ હોય,25મી જુલાઈ નારોજ યુવતીના મોબાઈલ પર ઓટીપી નંબર સાથે એક મેસેજ આવ્યો હતો.ત્યારબાદ તરત જ યુવતીના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો.પોતે ઈન્ડસ બેંક માંથી બોલતો હોવાનું જણાવી પહેલા ઓટીપી નંબર પુછતાં યુવતી પર બેંકના નામનો મેસેજ હોવાથી વિશ્વાસમાં ઓટીપી નંબર જણાવી દીધો હતો.ગઠિયાએ યુવતીને એકાઉન્ટની હિસ્ટરી કહી દોઢ બે માસથી કાર્ડ સ્વીપ કર્યો નથી. સહિતની વાતો કરતાં યુવતીને તરત શંકા ગઈ હતી અને કોઈ માહિતી આપી ન હતી અને બેંકમાં તાત્કાલિક પહોંચી જે નામથી ફોન આવ્યો હતો.એ નામે કોઈ કર્મચારી ન હોવાનું જણાવ્યું હતું.એકાઉન્ટમાં તપાસ કરતાં આઠ હજારથી વધુ રોકડા ઉઠી ગયા હતા,બનાવ અંગે બારડોલી પોલીસ મથકે યુવતીએ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application