Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:તા.૨૮ અને ૨૯મી,જુલાઇના રોજ જીલ્લા કક્ષાની કલામહાકુંભની સ્પર્ધાઓ યોજાશે

  • July 25, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૨૮ અને ૨૯મી,જુલાઇના રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ખાતે આવેલી જ્ઞાનદીપ વિદ્યાલય ખાતે તાપી જિલ્લા કક્ષાની કલા મહાકુંભની સ્પર્ધાઓ યોજાશે.તા.૨૮મી,જુલાઇના રોજ સુગમ સંગીત,ગીત,સમૂહગીત,ગરબા,ભરતનાટ્યમ,લોકનૃત્ય,સમૂહનૃત્ય,તબલાવાદન,હાર્મોનિયમવાદન,વાંસળીવાદન,ઓરગનવાદન અને એકપાત્રિય અભિનય,શાસ્ત્રીય સંગીત,કંઠય સંગીત,સમૂહ લગ્નગીત/ફટાણાની સ્પર્ધાઓ યોજાશે.બીજા દિવસે એટલે કેતા.૨૯/૦૭/૨૦૧૮ના રોજ રાસ,કથ્થક,પખવાજ,સિતાર,ગિટાર,મૃદંગમ,વાયોલિન, સ્કૂલબેન્ડ,મણિપુરી,ઓડિસી,કૂચિપૂડી નૃત્ય,સરોદવાદન,અને સારંગીવાદનની સ્પર્ધાઓ યોજાશે એમ જિલ્લા રમત ગમત અધિકારી તરફથી જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application