શૈલેષ પ્રજાપતિ દ્વારા-તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી પોલીસે વાહન ચોરી ગેંગ નો રીઢો આરોપી અશ્વિન મણિલાલ વસાવા (ઉં.વ.25)રહે,વાઢવા ગામ નિશાળ ફળિયું તા.ડેડીયાપાડા-નર્મદા ને જેલ ની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.જે અશ્વિન વસાવા ગત 8 મી જુલાઈ એ મળસ્કે જેલનાં દરવાજાનાની જાળી તોડી અંધારામાં ફરાર થઈ ગયો હતો ,ફરાર થયેલા રીઢા ગુન્હેગારને શોધવા માટે સ્થાનિક જુદીજુદી દિશાઓમાં ટીમો બ્નાવીઓ તપાસ શરુ કરી હતી,પોલીસે આકાશ પાતાળ એક કરી દીધું હતું પરંતુ ચતુર આરોપી અશ્વિન ને પોલીસ પકડવા આવવાની ગંધ આવી જતી હોય,ફરાર થઇ જતો હતો.આખરે માંડવી પોલીસે બાતમી ના આધારે આજરોજ સવારે સુરત બસસ્ટેન્ડ પરથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે,માંડવી પોલીસ સ્ટેશન ના મહિલા સબઈન્સ્પેક્ટર એસ.એસ.માલ ને મળેલી બાતમી ના આધારે તેમણે સુરત જીલ્લા ના ઉચ્ચપોલીસ અધિકારી સાથે મૌખીક ચર્ચા વિચારણા કર્યા બાદ બાદ તેઓના તેઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોને સાથે રાખી છટકુ ગોઠવી સુરત બસસ્ટેન્ડ પરથી રીઢો આરોપી અશ્વિન મણિલાલ વસાવા ને પકડી જેલ ભેગો કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application