Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજયના ૨૦ જળાશયો હાઇ એલર્ટ પર:સોનગઢમાં ડોસવાડા ડેમ સહિત ૦૯ જળાશયો માટે એલર્ટ જારી કરાયું

  • July 25, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રાજ્યના પૂર નિયંત્રણ એકમ,ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૫/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ૨૦ જળાશયો હાઇએલર્ટ,૦૯ જળાશયો એલર્ટ તેમજ ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા,અમરેલીનું વાડિયા અને ધાતરવાડી,જામનગરનું કંકાવટી,પુના ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી,માલણ અને બાગડ,ગિર સોમનાથનું મચ્છુન્દ્રી,હિરણ-૧ અને હીરણ-૨,જૂનાગઢનું મધુવંતિ અને અંબાજળ,પોરબંદરનું અમીરપુર,તાપી જિલ્લામાં સોનગઢનું દોસવાડા અને રાજકોટનું મોતીસર,ભરૂચનું ઢોળી એમ કુલ ૨૦ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત રાજયના કુલ ૦૯ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે.જ્યારે અન્ય ૧૧ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૩,૪૩૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે.જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૯૪ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૪ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૩,૩૧,૯૩૧.૩૪ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૨૭ ટકા છે.(તસ્વીર-ડોસવાડા ડેમ)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application