તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જીલ્લાના અંતરિયાળ ગામોના માર્ગે ગેરકાયદેસર રીતે મૂંગા પશુઓને વાહનોમાં ખીચોખીચ ભરી રાજ્ય બાહર સપ્લાય કરવાનો સિલસિલો થમતો નથી,કેટલાક કેશોમાં કસાઈઓ ઝડપાય જાય તો કેટલાક કેશોમાં ફરાર થઇ જતા હોય છે.પરંતુ આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર બ્રેક લગતી નથી,સભ્ય સમાજ માટે એક ચિંતા વિષય બન્યો છે.મોડી રાત્રે વ્યારાના ખાનપુર ગામ પાસેથી 5 ગાય ,2 વાછરડા અને 1 બળદ ભરેલ ટેમ્પો ઝડપી પાડવામાં વ્યારા પોલીસને સફળતા મળી છે,જોકે કસાઈઓ ફરાર થઇ ગયા હતા.
વ્યારાના ખાનપુર ગામમાં આવેલ ડેરી પાસેથી મોડીરાત્રે ટાટા 407 ટેમ્પો નંબર GJ-19-X-2710 માં ગેરકાયદેસર રીતે લઈ જવાતા ગાય અને વાછરડાઓને કસાઈઓના કબ્જા માંથી વ્યારા પોલીસે ઉગારી લીધા છે,વ્યારા પોલીસ રાત્રી સમયે પેટ્રોલીંગમાં હતી સમય દરમિયાન ખાનપુર પાસે ડેરી નજીકથી 407 ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો,ટેમ્પામાં તપાસ કરતા 5 ગાય ,2 વાછરડા અને 1 બળદને ઘાસચારો કે પાણીની સગવડ વિના ટુંકી દોરી વડે બાંધેલા અને ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવ્યા હતા.આ બનાવમાં ટેમ્પા સાથે પાયલોટીંગમાં ઉપયોગમાં લેવાયેલી બાઈક નંબર GJ-19-AK-0965 સ્થળ પર મૂકી કસાઈઓ ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે,બનાવ અંગે વ્યારા પોલીસે ટેમ્પો અને બાઈક સહીત રૂપિયા 2.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,અને અજાણ્યા ઈસમો વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી તેમને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે,આગળની વધુ તપાસ asi સંજયભાઈ મધુકરભાઈ પાટીલને સોંપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500