તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવતું સિંગલખાચ ગામ પાસે એક સ્વીફ્ટ ડીઝાયર કાર માર્ગની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર ભટકતા કાર ચાલક યુવકનું મોત નીપજ્યું હતું જયારે કારમાં સવાર અન્ય બે જણાને શરીરે ઓછીવત્તી ઈજા પહોંચી હતી.બનાવ અંગે ઉકાઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે,
મળતી માહિતી અનુસાર તા.24 જુલાઈ નારોજ 5:45 કલાકે સોનગઢના ઉકાઈ પાસે આવેલ સિંગલખાંચના ગામના માર્ગ પર માંડવી તરફ આવતી એક સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર GJ-19-AF-8289 માં સવાર ત્રણ જણાને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,પુરપાટ ઝડપે દોડતી કાર માર્ગની બાજુમાં આવેલ આવેલ ઝાડ સાથે ભટકતા કાર ચાલક નિરવભાઈ ઈશ્વરભાઈ ચૌધરી રહે,વડતલ તા,માંડવી-સુરત નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેને સારવાર અર્થે લઈ જતી વેળાએ મોત નીપજ્યું હતું,જયારે અન્ય બે જણા જીગ્નેશભાઇ બાલુભાઇ ચૌધરી રહે,ગુલાબપાર્ક સોસાયટી,વાંકલા તા,માંગરોળ-સુરત અને રોશનીબેન નરેશભાઈ ચૌધરીને શરીરે ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી.ઉકાઈ પોલીસ મથકે જીગ્નેશભાઇ ચૌધરી નાઓની ફરિયાદને આધારે બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ સરજીતભાઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500