તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ખાતે કાર્યરત તાપી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષની નિમણુક કરવામાં આવી છે.જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે મુકેશ ચૌધરીની રિપીટ કરાયા છે.
તાપી જિલ્લા પંચાયત ખાતે ચૂંટાયેલા પ્રમુખ ગજરાબહેન ચૌધરી અને ઉપપ્રમુખ રમણભાઈ સાળવેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પુનઃ નવા પ્રમુખ તરીકે ગજરાબહેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે રમણભાઈ સાળવેની વરણી થઇ હતી.જે બાદ તાપી જિલ્લા પંચાયત ખાતે ૨૪મી જુલાઈ ના રોજ વિવિધ સમિતિઓના સભ્યોની એક મિટિંગ યોજાઈ હતી.જેમાં ૦૯ સમિતિના અધ્યક્ષની વરણી કરાઈ હતી.
High light- કોને કઈ સમિતિઓના અધ્યક્ષ બનાવાયા
(૧)કારોબારી સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ ગમનભાઈ ચૌધરી(૨)જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ રમીલાબહેન રામભાઈ ગામીત(૩)આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે જીજાબહેન જગદીશભાઈ ગામીત(૪)શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપભાઈ નયનભાઈ ચૌધરી(૫)મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ રેહાનાબહેન રાજુભાઈ ગામીત(૬)મજૂર અને હળપતિ આવાસ સમિતિના અધ્યક્ષ તરીકે મધુબહેન ભરતભાઈ વર્મા(૭)ખેત ઉત્પાદન અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે વિજયભાઈ ચંદુભાઈ ગામીત(૮)અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે ગજરાબેને ચૌધરી(૯)સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે સીંગભાઇ હરજીભાઇ ચૌધરીની વરણી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application