તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના ડુમખલ ગામમાં આવેલ સંકલ્પ પેપર મિલ દિવસે અને દિવસે વિવાદોમાં ઘેરાતી જઈ રહી છે.મિલ માંથી કેમિકલ યુક્ત દુર્ગંધ મારતું પાણી વિધવા મહિલાના ખેતરમાં ઠાલવવામાં આવતા મહિલાએ ન્યાય મેળવવા ખાતર સ્થાનિક કચેરીઓના દરવાજા ખખડાવ્યા હતા તેમ છતાં મહિલાને ન્યાય મળી શક્યો નથી,માત્ર જવાબો કાગળો પર ચિતરવામાં આવ્યા છે.ત્યાર આજરોજ પેપર મિલ સંચાલકોનું વધુ એક પરાક્રમ ઉજાગર થયું છે.સ્થાનિક કામદારોને છુટા કરવામાં આવતા પેપર મિલ વધુ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે.ભીલીસ્થાન ટાઈગર સેનાએ સ્થાનિક કામદારોને ન્યાય અપાવવા માટે બીડું ઉપાડ્યું છે.કામદારોને સાત દિવસમાં રોજગારી નહીં આપવામાં આવે તો અંદોલન કરવાની ચીમકી સાથે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.
વાલોડના ડુમખલ ગામમાં ચાલતી સંકલ્પ પેપર મિલ માંથી કાઢી મુકવામાં આવેલ કામદારોને કામ પર પાછા નહી લેવામાં આવે તો ભીલીસ્થાન ટાઈગર સેના એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.આજરોજ જિલ્લા કલેકટર સહિત વાલોડ મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવી છે.સંકલ્પ પેપર મિલ માંથી થોડા સમય પહેલા કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિક કામદારોને હેરાન કરવામાં આવતા હતા,અને એક પછી એક કામદાર ને ફરજ પરથી કાઢી મુકવામાં આવ્યા જેના કારણે સ્થાનિક કામદારોએ કોન્ટ્રાકટરનો વિરોધ કર્યો હતો,અને ઝપાઝપી પણ થઇ હતી,ત્યારબાદ છુટા કરાયેલા તમામ કામદારોને કંપની દ્વારા પાછા લેવાનું જણાવવામાં આવ્યું હતું,જેના કારણે મામલો શાંત થઇ ગયો હતો.તેમ છતાં આજદિન સુધી કામદારોને ફરજ પર લેવામાં આવ્યા નથી.પેપર મિલ સંચાલકો દ્વારા વારંવાર ખોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે,તથા બાહર ગામથી કામદારો લાવીને કંપનીમાં કામ કરાવવામાં આવી રહ્યું છે.નિયમ મુજબ કોઇપણ ઉદ્યોગમાં સ્થાનિક ને કામ માટે તક આપવાની હોય છે પરંતુ કંપની મેનેજમેન્ટ દ્વારા સ્થાનિકો ને તક નહી આપી રાજ્ય બાહરના લોકોને કામ પર રાખવામાં આવી રહ્યા હોવાનું જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે રીતે ન્યાય અપાવવા માટે વિનંતી કરવામાં આવી છે.એટલું જ નહી સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવામાં આવે તથા ફરજ પરથી કાઢી મુકેલ કામદારોને તાત્કાલિક કામ પર નહી લેવામાં આવે તો દિન સાત પછી સ્થાનિક અને આસપાસના ગામના લોકો સાથે ભેગા થઇ કંપનીનો દરવાજો બંદ કરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application