તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:દક્ષીણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ડોલવણ વિસ્તારમાં અનેક નદી નાળા બંને કાંઠે વહેતા થયા હતા અને લો લેવલના કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા,જેના કારણે કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબુર બન્યા હતા.
ડોલવણના પીઠાદરા ગામના દાદરીફળીયામાં રહેતો ઉમેશ ઉર્ફે તેજસભાઈ હીરાલાલ ગામીત(ઉ.વ.39)નાઓ ગત તા.17મી જુલાઈ નારોજ પોતાના ભાડે રાખેલ ડાંગરના રોપણીવાળા ખેતરથી પરત પોતાના ઘરે આવી રહ્યો હતો,તે સમય દરમિયાન અંધાત્રીદુર ગામના ગાયત્રી ફળિયા માંથી પસાર થતા કોઝવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ અચાનક પાણીમાં પગ લપસી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા,જેની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક લોકોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી,પરંતુ નદીઓમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેને શોધવું મુશ્કેલ હતું.આજરોજ તા.22મી જુલાઈ નારોજ ગાંધીઓવારા ઓલણ નદીના પાણીમાં ઝાડી ઝાંખરામાં ફસાયેલો એક મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા પોલીસ તપાસમાં ઉમેશ ઉર્ફે તેજસ ગામીતનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું છે,બનાવ અંગે ડોલવણ પોલીસ મથકે અકસ્માત મોત અંગે બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ ડોલવણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application