તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના તાડકુવા ગામની સીમમાં આવેલ ખેતર માંથી ભેંસોએ ઘાસ અને મકાઈનો ચારો ચરી જતા ખેતર માલિકે ભેંસોના રખેવાળ વિરુધ્ધ ફરિયાદ કરી છે,જેના આધારે આજરોજ કાકરાપાર પોલીસ મથકે ચાર જણા વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
વ્યારા તાલુકાના તાડકુવા ગામની સીમમાં આવેલ ડુંગરી ફળિયાની પાછળ અંબામાતાજી મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 91 વાળી જમીનમાં આજરોજ (1)વજુભાઈ ભરવાડ(2)કાનાભાઈ ભરવાડ સહિત કુલ ચાર જણાએ 41 જેટલી ભેંસોથી ખેતરમાં ઘાસ તથા મકાઈનો ચારો ચરાવી ગયા હતા,જેના કારણે જમીન માલિકને આર્થીક રીતે નુકશાન પહોંચ્યું હોય,નીતેશભાઈ ગોવિંદભાઈ ઢોડીયાપટેલ રહે,તાડકુવા,ડુંગરી ફળિયાની પાછળ અંબામાતાજીના મંદિર પાસે, અને રમેશભાઈ માંગીલાલ નાઓના ખેતરમાં રૂપિયા 50,000/-નું નુકશાન થયું હોવાની ફરિયાદ નીતેશભાઈએ કાકરાપાર પોલીસ મથકે કરી છે,જેના આધારે ભેંસના રખેવાળ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ મોહનભાઈ કરી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500